રિજેક્ટર્સ આપવાનું કહી મોરબીના યુવક સાથે 1.26 લાખ રૂપિયાની ઠગાઈ
ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા એક યુવકને રિજેક્ટ ટાઇલ્સ આપવાનું કહી ચાર શખ્સો દ્વારા 1.26 લાખ રૂપિયા ની ઠગાઈ કરી રફુચક્કર થઈ ગયા હોય ત્યારે આ બાબતે યુવકે બી ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી છે
ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના નાના રામપર ગામે રહેતા હાર્દિકભાઈ પ્રભુલાલ મંડાણીને મોરબીના હળવદ ઘુંટુ રોડ ઉપર સીરામીક એમ્પાયર કોમ્પ્લેક્સમાં ઓફિસ નંબર 606માં ગઠીયાઓનો ભેટો થઇ ગયો હતો. અહીં આરોપીઓએ હાર્દિકભાઈને રિજેક્ટ ટાઇલ્સ આપવાનું જણાવી 56 હજાર રોકડા તેમજ 70 હજાર આઈસીઆઈસીઆઈ બેન્કના ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ બાદમાં ટાઇલ્સ ન આપતા હાર્દિકભાઈએ આરોપી સચિન, વિશાલ દોશી, પ્રતાપ પરમાર અને આઈસીઆઈસીઆઈ બેન્કના ખાતા ધારક વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે