Saturday, June 20, 2026

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા કુટુંબ પ્રબોધન અંતર્ગત શિશુ મંદિર ખાતે ‘નવદંપતિ સંવાદ’ કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા કુટુંબ પ્રબોધન અંતર્ગત શિશુ મંદિર ખાતે ‘નવદંપતિ સંવાદ’ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા કુટુંબ પ્રબોધન અંતર્ગત ‘નવદંપતિ સંવાદ’ કાર્યક્રમ નું રમણીય વાતાવરણ માં શિશુ મંદિર, શનાળા મુકામે આયોજન થયું હતું.આદર્શ સમાજ ના નિર્માણ માટે આદર્શ પરિવાર એ પાયો છે

તાજેતર માં જે યુગલો એ પ્રભુતા ના પગલાં માંડ્યા હોય તેવા 81 યુગલો એ આ માટે રજિસ્ટ્રેશન કરાવેલ
ઉપસ્થિત નવદંપતિ ઓ ને રાષ્ટીય સ્વયંસેવક સંઘ રાજકોટ વિભાગ કાર્યવાહ શ્રી ચંદ્રકાંતભાઈ ઘેંટિયા એ જણાવેલ કે જીવનસાથી પ્રત્યે પ્રેન અને મૈત્રી પૂર્ણ વ્યવહાર કરવો જોઈએ જીવન માં વ્યવહાર કુશળતા લાવવી જોઈએ, કુટુંબ સંયુક્ત રહે તે બાબત ને અગ્રતા આપવી જોઈએ.સહનશીલતા અને સંસ્કાર નું સિંચન બાળકો માં માતા શ્રેષ્ઠ રીતે કરી શકે.

ઉપરાંત શિશુ મંદિર ના નિયામક શ્રી સુનિલભાઈ પરમારે જણાવેલ કે લગ્ન જીવન માં અનેક પડકારો અને મુશ્કેલીઓ આવતી હોય છે તેને શાંતિપૂર્ણ અને કુનેહ થી હલ કરી શકાય અને તે માટે દંપતિ ઓ એ એકમેક ને સહયોગ આપવો જોઈએ. લગ્નજીવન એકમેક ના સાથ સહકાર અને સમજણ થી આદર્શ બને તે માટે પ્રયત્ન કરવો જોઈએ.
કાર્યક્રમ દરમ્યાન ઉત્સાહપૂર્વ વાતાવરણ માં ક્વિઝ અને રમત નું આયોજન કરવામાં આવેલ.ઉપસ્થિત દંપતિ ઓ એ કુટુંબ પ્રબોધન ના કાર્યક્રમો વારંવાર થાય તે માટે આગ્રહભરી વિનંતી કરેલ.
મોરબી જિલ્લા સંઘચાલક મા.લલિતભાઈ ભાલોડિયા ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,608,807

TRENDING NOW