Monday, March 16, 2026

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળીયા મી. દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળીયા મી. દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો

માળીયા મી.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીશ્રી ભરતભાઈ વિડજા, મુખ્ય વક્તા તરીકે RSS નાં મોરબી જિલ્લા પ્રચાર પ્રમુખ રાજેશભાઈ બદ્રકિયા, માળીયા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષક ધીરુભાઈ મિયાત્રા, મોરબી શૈક્ષિક મહાસંઘમાંથી સંગઠનમંત્રી હિતેશભાઈ ગોપાણી, સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયા, મોરબી તાલુકા ઉપાધ્યક્ષ રમેશભાઈ હુંબલ તેમજ તાલુકાનાં શિક્ષકો જોડાયા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માળીયા તાલુકા શૈક્ષિક મહાસંઘની ટીમ હરદેવભાઈ કાનગડ (અધ્યક્ષ) માયાબેન ડાંગર (મહિલા અધ્યક્ષ) સુનિલભાઈ કૈલા( મંત્રી ) કે.કે.લાવડીયા (સંગઠનમંત્રી ) દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ રાઠોડ ( રાજ્ય પ્રતિનિધિ ) દ્વારા કરવામાં આવ્યું હતું

Related Articles

Total Website visit

1,597,628

TRENDING NOW