રાષ્ટ્રપતિ ભવન દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત, આઠ ગુજરાતીઓને પદ્મ સન્માન મળ્યું
રાષ્ટ્રપતિ ભવન દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.જેમાં આ વર્ષે આઠ ગુજરાતીઓને પદ્મ સન્માન મળ્યુ છે.જે ગુજરાતની શાનમા વધારો કરશે.મેડિકલ ક્ષેત્ર ડૉકટર તેજસ પટેલ અને પત્રકારત્વક્ષેત્રે કુંદન વ્યાસને પદ્મભૂષણ એવોર્ડની જાહેરાત થઈ છે..જ્યારે છ હસ્તીઓને પદ્મશ્રીની જાહેરાત થઈ છે.
જેમાં હરિશ નાયકને મરણોપરાંત સાહિત્ય ક્ષેત્રે પદ્મશ્રી જાહેર થયો છે.આ સિવાય સાહિત્ય ક્ષેત્રે રઘુવીર ચૌધરી, મેડિસીન ક્ષેત્ર યઝદી ઈટાલિયા અને દયાળ પરમારને પદ્મશ્રીની જાહેરાત થઈ છે.આ ઉપરાંત કલા ક્ષેત્રે જગદીશ ત્રિવેદી તેમજ યોગ ક્ષેત્રે કિરણ વ્યાસને પદ્મશ્રીની જાહેરાત થઈ છે.





