રાપરના યુવાને ઇચ્છાશક્તિ થી રાત દિવસ મહેનત કરી બેટરીથી ચાલતી ગાડી બનાવી

રાપર આપણા ગુજરાતી મા કહેવત છે કે મન હોય તો માળવે જવાય અને ઘટમાં ઘોડા નો થનગનાટ એવી યુવાની કાંઇક પોતાના મનને ઉત્તમ કાર્યમાં પરોવે તો એ ઘણું કરી શકે, પોતાની પ્રબળ ઇચ્છાશક્તિ વડે કાંઈક નિર્માણ થાય તો એનો ભીતરનો આનંદ અદકેરો હોય છે. આવું જ કાર્ય રાપરના ૧૯ વર્ષીય શ્રેય રમેશભાઈ ઓઝાએ છેલ્લા બે માસની મહેનત બાદ કરી બતાવ્યું છે. રાપર સેલારી નાકે’ આવેલી ગાયત્રી હોસ્પિટલ કે જે શ્રેય ના પિતા રમેશભાઇ ઓઝા ચલાવે છે અને ગરીબ વર્ગના લોકો માટે એક આરોગ્ય સેવા આપી રહ્યા છે કોઈ દર્દીઓની પરિસ્થિતિ નબળી હોય તો આર્થિક રીતે મદદ કરે છે ડો. રમેશ ભાઈ ઓઝા મુળ દાંતા તાલુકાના હરીગઢ ગામ ના પ્રજાપતિ પરિવારના અને રાપર ને પોતાની કર્મભૂમિ બનાવી અઠાવીસ વરસ થી રાપર મા હોસ્પિટલ ચલાવી રહ્યા છે પોતે ડોક્ટર અને પુત્ર અને પુત્રી ને પણ ડોક્ટર બનાવવા માટે એમબીબીએસ ની મેડિકલ કોલેજ મા એડમિશન અપાવેલ અને સેવા હી સાધના ને અનુસાર કામગીરી કરી રહ્યા છે ત્યારે વિશ્વ ભર મા મહામારી કોરોના આવ્યો એટલે કોલેજ અને શાળાઓ બંધ થઈ ગયા ત્યારે પોતાના ઘરે શ્રેય એ વિશાળ ધાબા પર નિર્માણ પામેલી બેટરીથી ચાલતી ટુ સીટર 58 ઇંચની ગાડી બનાવી છે. એમ.બી.બી.એસ.માં પ્રવેશ મેળવનારા શ્રેયને કાંઈક વિશેષ કરી છૂટવાની ભરપૂર તમન્ના હતી ભંગાર ના વાડા માંથી જેના પુરાણી ચીજ વસ્તુઓ ભેગી કરી રહ્યા ત દિવસ મહેનત કરી હતી જેની આ ધગશ ને માતા ભાનુબેન તથા પિતા ડો. રમેશભાઈ ઓઝાએ સતત પ્રોત્સાહન આપવા લાગ્યા રાપરના ભંગારના વાડાઓમાં ફરી ફરી લોખંડની વસ્તુઓ અને અન્ય સામગ્રી એકઠી કરી આ કાર્ય શરૂ કરી દીધું. ઘડિયાળના કાંટાઓને ગણકાર્યા વગર ખાવાનું પણ ભાન ભૂલી એક જ ધુન પર તેણે આ કામ કર્યું. ચાર પૈડાંની આ ગાડીમાં શરૂ શરૂમાં યો બાઇકના જૂના ટાયર લગાવ્યા પણ મન ન માન્યું, પણ પછી મારુતિ ફ્રન્ટીના સ્ટીયારિંગ અને વ્હીલ નાખ્યા, તો છોટા હાથીનું ડીફ્રેશન નાખ્યું. આ નિર્માણ પાછળ પોતાનું દસ કિલો વજન ઓછું થયું. આ પાંચ ફૂટથી નાની ચોરસ ગાડીમાં બધી જ વસ્તુઓ વેસ્ટ. અંદર સ્પીડ મીટર, નાનો પંખો, વૂફર સાથે ટેપરેકોર્ડર, સાઈડ લાઇટ, ઈન્ડિકેટર, ચાવી વડે ઓન ઓફ, ઓઇલ બ્રેક, પગ વડે લીવર, હેડ લાઇટ, ફોગ લાઇટ, કેબિનમાં લાઇટ ડીફ્રેશનમાં મોટર લગાવી છે. ૫૦ થી ૫૫ પ્રતિ કિલોમીટર ઝડપ, શરૂમાં ૨૪ વોલ્ટની બેટરી લગાવી, પણ પછી ફેરફાર કરી ૪૮ વોલ્ટની બેટરી જેનું બેકઅપ ૪૫ કિલોમીટર છે.

આ ગાડીમાં ટફન ગ્લાસ આગળ-પાછળ લગાવ્યા છે . બેટરી, મોટર અને વિવિધ અન્ય થોડીક વસ્તુઓ બજારમાંથી લીધી, મોબાઈલ ચાર્જિંગની સિસ્ટમ પણ અંદર લગાવી છે. લિથિયમ આયર્ન બેટરીનું બેકઅપ ત્રણ ગણું છે પરંતુ એના ભાવ પણ વધુ હોય હાલે સિલિકોન જેલ બેટરી વડે કામ ચલાવ્યું છે આમ કહેવત છે કે મન હોય તો માળવે જવાય એ અનુસાર આજે એક ડોક્ટર માંથી સફળ એન્જિનિયર બની ગયા છે આમ વાગડ વિસ્તારમાં આ ગાડી ના સંશોધન પર ચર્ચા થઇ રહી છે – રીપોર્ટ – મહેશ રાજગોર