Monday, May 5, 2025

રાતીદેવડી ગામે જાહેરમાં જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની સુચના તથા ડીવાયએસપી રાધિકા ભારાઈ અને પીઆઈ એચ. એન. રાઠોડનાં માર્ગદર્શન હેઠળ એએસઆઈ એમ. આર. ગામેતી સહિતની વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન આજરોજ રાતીદેવડી ગામે મફતીયાપરામાં વશરામભાઇ પ્રેમજીભાઈ વરાણીયાનાં ઘર પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી સ્થળ પરથી સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે જુગાર રમતા વશરામભાઇ ઉર્ફે વસો પ્રેમજીભાઇ વરાણીયા, મનશુખભાઇ ઉર્ફે મટલો લધુભાઇ મદ્રેસાણીયા, રાહુલભાઇ રામજીભાઇ સોલંકી, નિઝામુદીન વલીમહમદ માથકીયા, અનીલભાઇ નારણભાઇ મકવાણા, રતાભાઇ માલાભાઇ ગમારા, ગોપાલભાઇ લધુભાઇ મદ્રેસાણીયા અને ભરતભાઇ ઉર્ફે ભુરો ગુણવંતભાઇ દેદા એમ કુલ આઠ ઈસમોને રોકડા રૂ. ૨૬,૨૦૦/- સાથે ઝડપી પાડી આઠેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં એ.એસ.આઇ એમ.આર. ગામેતી, શક્તિસિંહ જનકસિંહ જાડેજા, જનકભાઈ વલ્લભભાઈ ચાવડા, છનાભાઈ બચુભાઈ રોજાસરા, મુકેશભાઈ વિશાભાઈ ફાંગલીયા સહિતનાઓ રોકાયેલા હતા.

Related Articles

Total Website visit

1,502,747

TRENDING NOW