Sunday, May 4, 2025

રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ઘઉંની સીધી ખરીદી કરશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી : ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન 2022-23 માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂ. 2015 (પ્રતિ મણ રૂ. 403) ના ભાવથી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવનાર છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉન ખાતે તા. 02/03/2022 થી તા. 31/03/2022 સુધી કરવામાં આવશે તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો 7, 12, 8-અ ની નકલ, ગામ નમુના 12 માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયત અને તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉનનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવાનો રહેશે. ખેડૂતોએ નોંધણી માટે VCE ને કે ગોડાઉન કક્ષાએ કોઈ પણ રકમ ચૂકવવાની રહેતી નથી જેની ખાસ નોંધ લેવા પણ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,736

TRENDING NOW