Friday, May 2, 2025

રાજકોટ ખાતે યોજાયેલ યોગ શિબિરમાં સૌરાષ્ટ્રભરમાંથી 1000 થી વધુ યોગ સાધકોએ ભાગ લીધો

Advertisement
Advertisement
Advertisement

રાજકોટ ખાતે યોજાયેલ યોગ શિબિરમાં સૌરાષ્ટ્રભરમાંથી 1000 થી વધુ યોગ સાધકોએ ભાગ લીધો

(અહેવાલ: જયેશ બોખાણી દ્વારા)

રાજકોટ: સમગ્ર ગુજરાતને યોગમય બનાવવા ગુજરાત સરકારે છેલ્લા ર વર્ષથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. જેના પ્રથમ ચેરમેન તરીકે યોગસેવક શિશપાલની નિમણૂક કરાઈ છે. અને તેઓના સતત અને અથાગ પ્રયત્નોથી હાલ સમગ્ર ગુજરાતમાં ધર ઘર સુધી યોગ પહોંચાડવાના સતત પ્રયત્નો થઇ રહેલ છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગત તા.૨૭ ને રવિવારના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ ઝોન વિભાગની યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શહેરના મુખ્ય અગ્રણી તેમજ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેલ હતા. જેમાં રાજકોટ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ૧૦૦૦ થી વધારે યોગ સાધકોએ ઉત્સાહ સાથે યોગ શિબિરમાં ભાગ લીધેલ હતો.

તે ઉપરાંત પી. ડી. માલવિયા કોલેજ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ ઝોનની યોગ ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજી ઉપસ્થિત રહેલ હતા. સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના યોગ કો-ઓડિઁનેટર અનિલભાઈ ત્રિવેદી, પતંજલિ દક્ષિણ વિભાગના પ્રભારી લક્ષ્મણભાઇ પટેલ, વરમોરા ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર પ્રકાશભાઈ વરમોરા. પી. ડી. માલવિયા કોલેજના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ હેરમા તથા પ્રિન્સિપાલ ડૉ. કમલેશભાઈ જાની, એ.સી.પી. રાઠોડ (ઇસ્ટ ઝોન રાજકોટ) તેમજ સમગ્ર સૌરષ્ટ્રના તમામ જિલ્લાના યોગ કો-ઓડિઁનેટરો, યોગ ટીમ લીડર, યોગ કોચ મોટી સંખ્યહાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન વંદનાબેન રાજાણી દ્વારા કરવામાં આવેલ હતું. તથા કાર્યક્રમને અંતે રાજેશભાઈ કાચા દ્વારા આભાર વિધિ કરેલ કરવામાં આવ્યો હતો.

Related Articles

Total Website visit

1,502,697

TRENDING NOW