Monday, May 5, 2025

રાજકોટનો સાંઢિયા પુલ પહોળો થશેઃ ૬૨.૬૦ કરોડનો ખર્ચઃ ટેન્‍ડર પડ્યું બહાર

Advertisement
Advertisement
Advertisement

રાજકોટનો સાંઢિયા પુલ પહોળો થશેઃ ૬૨.૬૦ કરોડનો ખર્ચઃ ટેન્‍ડર પડ્યું બહાર

“શહેરના જામનગર રોડ પર આવેલ સાંઢીયાની જગ્‍યાએ ૬૨.૬૦ કરોડના ખર્ચે ફોર લેન બનાવવા કર્મૂતા ઉતરતા તંત્ર દ્વારા  આજે ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યા છે. આ કામના ખાતમુર્હૂતથી આ નવા પુલ સંપુર્ણ તૈયાર કરવા માટે બે વર્ષની મુદ્દત આપવામાં આવી છે.

મનપાના બજેટમાં અનેક વખત સમાવવામાં આવેલા અને કયારેય યોજના તરીકે હાથ પર લેવામાં નહીં આવેલા સાંઢીયા પુલ રીનોવેશનની યોજના ફરી તંત્રના દિમાગમાં પ્રગટ થઇ છે. ભુતકાળમાં અનેક વખત સર્વે અને રીપેરીંગ કરાયા છે. રેલવેએ આ બ્રીજને જોખમી જાહેર કર્યો છે.

દરમ્‍યાન  ૬૨  કરોડના ખર્ચે આ પ્રોજેકટ ટુ લેનમાંથી ફોર લેન કરવા આખરે મનપા તંત્ર કર્મૂતા ઉતરતા સાંઢીયા પુલની જગ્‍યા ફોરલેન બ્રિજ બનાવવા આજે ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યા છે. ટેન્‍ડરની છેલ્લી તા. ૬ ફેબ્રુઆરી તથા ફિઝીકલ તા. ૯ ફેબ્રુઆરી મુદત છે. તા. ૩૧ જાન્‍યુ.એ પ્રી બીડ, ૧૪મીએ ટેન્‍ડર ખોલાશે.

ભોમેશ્વરથી જામનગર રોડ તરફ ડાઇવર્ઝન માટે હાલ જગ્‍યાનું ભાડુ માંગવામાં આવ્‍યું છે. જો તંત્રવાહકો નિર્ણય કરશે. બ્રિજ બનાવવા ટ્રસ્‍ટે મંજુરી આપ્‍યાનું મનપા તંત્રના સત્તાવાર સૂત્રોએ જણાવ્‍યું હતું.

રાજકોટનો પહેલો બ્રિજ છે જે તોડીને બનાવવાનો છે એટલે ૧૮ મહિનાના બદલે ૨૪ મહિના થશે. આ સાંઢીયો પુલ ૧૯૭૭માં પીડબલ્‍યુડીએ બ્રિજ બનાવ્‍યો હતો. રેલવેએ અસલામત જાહેર કર્યો છે. હાલ ૨.૩૦ ફુટથી વધુના વાહનોને પ્રવેશ બંધ છે.

આ બ્રીજના કામ શરૂ થવાથી જામનગર રોડ પરના પેટ્રોલ પંપની બાજુમાંથી ભોમેશ્વરથી ડાઇવર્ઝન રહેશે. બ્રિજ નીચે પરસાણાથી ભોમેશ્વર સુધીનો રોડ બનશે. જેથી જામનગર રોડ પર ટ્રાફિક હળવો થશે અને લોકોનો સમય પણ બચશે.

બ્રીજની ટેકનિકલ માહિતી

કુલ ૬૦૦ મીટર લંબાઇ, સીવીલ હોસ્‍પિટલ સાઇડ ૨૯૮, માધાપર સાઇડ ૨૬૮, વચ્‍ચે ૩૬ મીટરનો રહેશે. કુલ ૧૬.૪૦ મીટર એટલે કે ૫૪ ફુટનો બ્રિજ બનશે. આ બ્રિજમાં ૨૦ પીલર અને ૨૨ સ્‍પામ બનાવાશે.”

Related Articles

Total Website visit

1,502,771

TRENDING NOW