રવાપર ગામ નજીક બ્રેઝા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો
મોરબીના રવાપર ગામ નજીક આવેલ સદગુરુ સોસાયટીમાં એડમિશન પોલીસે દરોડો પાડ્યો હતો ત્યારે પાર્ક કરેલ એક ગાડીમાંથી વિદેશી દારૂ નો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે આરોપી ભરતભાઈ કાનજીભાઈ ચાવડા પોતાની બ્રેઝા કારમાં વિદેશી દારૂનો જથ્થો રાખ્યો છે જેને પગલે પોલીસે આરોપીના રવાપર ગામ નજીક આવેલ સદગુરુ સોસાયટીમાં દરોડો પાડતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 56 બોટલ મળી આવતા પોલીસે રૂ.26510નો વિદેશી દારૂ અને 5 લાખની કાર મળી 5,26,510નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી આરોપીને ફરાર જાહેર કર્યો હતો.