રફાળેશ્વર ગામે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ ઇસમોની રોકડા રૂપિયા 20,800 સાથે પોલીસ દ્વારા ધરપકડ કરીને જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
રફાળેશ્વર ગામે જાહેરમાં જુગાર રમી રહેલા ડાયા કાનજી સોલંકી (ઉ.વ.53) રહે. રફાળેશ્વર, કાળુ લક્ષ્મણ મકવાણા (ઉ.વ 45) રહે. રફાળેશ્વર, જયુભા દેવીદાન દેવસુર (ઉ.વ 35) રહે. રફાળેશ્વર, ગણેશ રણછોડ ઝાપડા (ઉ.વ 21) રહે. રફાળેશ્વર, અને દિનેશ સુખા વાઘેલા (ઉ.વ 34) રહે. રફાળેશ્વર મળી આવ્યા હતા ત્યારે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા 20,800 સાથે ઉપરોક્ત પાંચેય પતાપ્રેમીઓની ધરપકડ કરવામાં આવી હતી.