આ પટોત્સવ માં મોરબી નાં પનોતા પુત્ર અને માનવતા અને સેવાને વરેલા એવા લાયન્સ કલબ ઇન્ટરનેશલ સૌરાસ્ટ્ર કચ્છનાં દ્વિતીય વાઈસ ગવર્નર લા. રમેશભાઇ રૂપાલાનું મંદિરના પૂજારી તેમજ જગ્યાના મહંત બાબુભાઈ સાથે સેવકભાઈઓ દ્વારા સાલ તેમજ ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું સાથે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ લા.ત્રિભોવન ભાઈ સી ફૂલતરિયા સેક્રેટરી લા. કેશુભાઈ દેત્રોજાનું સાઈ બાબાના સોળમા પાટોત્સવ પ્રસંગે હોમાત્મક યજ્ઞ માં મહંતશ્રી બાબુભાઈ ની હાજરીમાં ભૂદેવોના હસ્તે તિલક ચંદન કરાવીને તેઓ અને તેમના સેવકો દ્વારા ફુલહાર અને સાલ ઓઢાડીને અદકેરૂ સનમાન કરવામાં આવ્યું સેવિકા બેનો દ્વારા લા. રશ્મિકાબેન રૂપાલાનું પણ સન્માન કરાયું આ સન્માન ના ભાવમાં સાઈમંદિરમાં ચાલતા અંનક્ષેત્રમાં રમેશભાઇ રૂપાલા તરફથી રૂ.૫૧૦૦/ નું તથા ચિત્રાહનુમાનજીધૂન મંડળ તરફથી રૂ.૫૧૦૦/ અને કેશુભાઈ ના સુપુત્ર ચંદ્રેશ દેત્રોજાના જન્મ દિવસ નિમિતે રૂ.૧૧૦૦/ નું અનુદાન આપ્યું.જગ્યા નાં મહંત પૂજારી દ્વાર આશિર્વચન પાઠવેલ
