મોરબી જીલ્લામાં હવે ઠંડીનો ચમકાર વધ્યો છે. ત્યારે શહેરના માર્ગો પર ઠંડીના ઠુઠવાતા ગરીબ પરિવારને મોરબી યુવા ભાજપ અગ્રણીએ ધાબળાનું વિતરણ કર્યું હતું.
જેમાં શકતશનાળા ગામના મોરબી જીલ્લા યુવા ભાજપ અગ્રણી તેમજ યંગ ઈન્ડિયા ગ્રુપ અને વડવાળા યુવા સંગઠનના સભ્ય હસમુખભાઈ રબારીની તેમની દીકરી ધૈરવીનો ગઇકાલે પ્રથમ જન્મદિવસ હતો. ત્યારે ધૈરવીના પાપા દ્વારા દિકરીના જન્મદિવસ નિમિત્તે મોરબી શહેરના રોડ પર સુતા રહેતા ગરીબોને ધાબળાનું વિતરણ કરીને જન્મદિવસની સાર્થક ઉજવણી કરી હતી.
