સૌરાષ્ટ્ર પ્રાંત – રાજકોટ વિભાગના મોરબી જિલ્લામાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ-રાજકોટ દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધાના વિજેતાઓને આજરોજ શ્રી પી.જી. પટેલ કૉલેજ – મોરબી ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્તમાન સમયમાં સમાજમાં જાગૃતિ આવે તથા બાળકો તથા યુવાનો લેખન કળાની આદત પડે તે હેતુથી અલગ-અલગ ત્રણ ગતિવિધિ જેમકે સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ તથા કુટુંબ પ્રબોધન વિષય અંતર્ગત ત્રણ વિભાગમાં (૧) ધો. ૬ થી ૧૦ (૨)ધો.૧૧થી અનુસ્નાતક (૩) અન્ય ભાઇઓ – બહેનો કુલ મળીને ૧૦૦ થી વધુસ્પર્ધકોએ આ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

ઇનામ વિતરણ પશ્ચિમ ક્ષેત્રના મા. સંઘચાલકજી ડૉ. ભાડેસિઆના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા સંયોજક અલ્પેશભાઇ ગાંધી એ પ્રાસ્તાવિક પ્રબોધક કર્યુ હતુ તથા પી.જી. પટેલ કોલેજના પ્રો. અનિલભાઇ કંસારા એ વર્તમાન સમયના વિદ્યાર્થીઓની માનસિકતા-પરિવારમાં મોબાઇલની સમસ્યા જેવા વિષયમાં રમુજ સાથે મનનીય પ્રવચન આપ્યું હતું. મુખ્ય વકતા ડૉ. ભાડેસિયાએ ત્રણેય ગતિવિધિની આવશ્યકતા તથા વર્તમાન સમયમાં તેની ઘર-ઘર સુધી પહોંચાડવાની જરૂરિયાત વિશે ઉદાહરણ સાથે સુંદર પ્રવચન આપ્યુ હતુ. આ કાર્યક્રમમાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના ટ્રસ્ટી વિપુલભાઇ અઘારા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ડૉ. મનુભાઈકૈલાએ આભાર વિધિકરેલ હતી.

કાર્યક્રમમાં અંદાજે ત્રીસ પરિવાર અને ૮૦ જેટલા ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લે અલ્પાહાર સાથે કાર્યક્રમની પૂર્ણાહુતી થઇ હતી.





