મોરબીના જાંબુડીયા રોડ પર સંગીતાબેન બાબુભાઇ નામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તેમના પતિ બાબુભાઇએ 108ને જાણ કરતા મહેન્દ્રનગર ચોકડીના ઇએમટી રવીનાબેન અને પાઇલોટ હનીફભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા
અને સંગીતાબેનની સ્થિતિ બગડતા એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરવાનું નક્કી કરી ઇએમટી રવીનાબેને મહિલાની પ્રસુતિ કરાવી હતી.બાળક અને મહિલાની તબિયત સ્થિર હતી જોકે સાવધાની માટે માતા અને નવજાત શિશુને સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.