મોરબી શહેર અને જિલ્લામાં કોરોનાના દિન પ્રતિદિન કેશમાં વધારો થય રહ્યો છે. ત્યારે નાના બાળકો પણ કોરોના શિકાર બન્યા છે. જેમાં મોરબીના પરમ વડાવીયા નામના બાળકને કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેનો વિડિયો મોરબી-માળિયાના માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ફેસબુક પેજ પર મુકવામાં આવ્યો છે.
જેમાં પરમ વડાવિયા 10 વર્ષનો બાળક હોય અને કોરોના પોઝીટીવ આવતા અન્ય લોકોને ધ્યાન રાખવા અને માસ્ક પહેરવા તથા લોકો વચ્ચે દુરી રાખવા અપિલ કરી હતી. બાળકના હાથમાં બાટલા ચડાવ્યા હોય છતાં અડીખમ ઉભા રહી લોકજાગૃતિ માટે લોકોને સંદેશ પહોચાડ્યો હતો.