Wednesday, May 14, 2025

મોરબી હળવદ હાઈવે રોડ ઉપર રીક્ષામાં આગ લાગી દાઝી જતાં યુવકનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગ કરતા વસંતભાઇ અમરશીભાઇ ચાવડા (ઉવ. ૩૫) નામનો યુવક સવારના સાડા સાતેક વાગ્યાના અરસામા પોતેજ પોતાના ઘરેથી મોરબી ખાતે પોતાની સી.એન.જી. રીક્ષા રજી નં-GJ-36-W–2003 વાળી લઇને મોરબી જવા માટે નીકળેલ તે વખતે મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ઉંચી માંડલ ગામ તથા ઘુંટુ ગામની વચ્ચે આવેલ નર્મદા કેનાલ પાસે રોડ ઉપર પહોંચતા અચાનક પોતાની સી.એન.જી. રીક્ષામા આગળના ભાગે આગ લાગતા પોતે શરીરે દાઝી જતા પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લીધા બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું જેથી મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,503,891

TRENDING NOW