Thursday, May 1, 2025

મોરબી : સોરીસો સીરામીક કારખાનામાંથી દોઢ વર્ષની બાળકીનું અપહરણ કરનાર ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબી એલસીબી તથા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે બાતમીના આધારે સોરીસો સીરામીક કારખાનામાંથી બાળકીનું અપહરણ કરનાર તથા ભોગ બનનાર બાળકીને અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાનાં જાબાળ ગામેથી પકડી પાડેલ છે.

મોરબી: પોલીસ અધિક્ષક મોરબી સુબોધ ઓડેદરાનાઓએ મોરબી જિલ્લામાં બનેલ અપહરણના ગુના તથા ગુમસુધા બાળકોને શોધી કાઢવા વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા એન.બી.ડાભી પો.સબ.ઇન્સ. એલ.સી.બી.મોરબીને જરૂરી માર્ગદર્શન અને સુચના આપેલ હોય જે ગત તા. ૧૮ ના રોજ લખધીરપુર રોડ પરના સોરીસો સિરામિક કારખાનામાં કામ કરતા મુકેશ ભુરીયાભાઈ બડોલે એમપી વાળાની દોઢ વર્ષની દીકરીને કારખાનામાં કામ કરતો મનોજ નામનો શખ્સ કોઈ કારણોસર અપહરણ કરી ગયો હોય જે અંગે બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે મોરબી એલસીબી ટીમે અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવી હતી જેમાં મોરબી એલસીબી અને એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ મોરબીની અલગ અલગ ટીમોએ તપાસ ચાલવી હતી અને આરોપી તેમજ અપહ્યત બાળકી મળી આવે તેવા સંભવિત સ્થળોએ સિરામિક કારખાનામાં કામ કરતા એમપીના મજૂરોની પૂછપરછ હાથ ધરી હતી અને મોરબીના જીઆઈડીસી વિસ્તારમાં ઉપરાંત ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને જામનગર જીલ્લાના કાલાવડ સહિતના સ્થળોએ તપાસ ચલાવી હતી. દરમ્યાન આરોપી તથા ભોગ બનનાર બાળકી અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામની સીમમાં હોવાની બાતમીનાં આધારે ટીમે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતાં આરોપી મનોજ ઉર્ફે ટેટીયા કેલસિંગ મોહનીયા (ઉ.વ.૨૨, રહે એમપી) વાળાને ભોગ બનનાર બાળકી સાથે ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી.બી.જાડેજા, પીએસઆઈ એન. બી. ડાભી, એ. ડી. જાડેજા, રજનીભાઈ કૈલા, સંજયભાઈ પટેલ, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, દશરથસિંહ ચાવડા, ફૂલીબેન તરાર, નંદલાલ વરમોરા, વિક્રમભાઈ ફૂગસીયા, અશોકસિંહ ચુડાસમા, હરેશભાઈ સરવૈયા, સતિષભાઇ કાંજીયા અને રણવીરસિંહ જાડેજા સહિતનો સ્ટાફ રોકાયેલો હતો.

Related Articles

Total Website visit

1,502,622

TRENDING NOW