મોરબી જિલ્લામાં કોરોનાનું કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલ કોરોના મહામારીમાં પણ જાણે રામ ભરોસે હોય અને બેદરકારી દાખવતો હોવાના અનેક ઘટનાઓ સામે આવી છે. ગઇકાલે રાત્રે હળવદ દર્દીને ઓક્સિજન બેડ ન મળતાં એમ્બ્યુલન્સમાં જ સારવાર લેવા મજબુર બન્યા હતા. જ્યારે આજે 4:30 વાગવા છતાં સિવિલ હોસ્પિટલની હિસાબી અને વહિવટી શાખામાં તાળા જોવા મળ્યા હતા.