Tuesday, March 10, 2026

મોરબી સિવિલ હોસ્પિટલ કોમામાં દવાનો પુરતો સ્ટોક ઉપલબ્ધ કરવા સામાજિક કાર્યકરોએ તંત્રને રજૂઆત કરી

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિવિલ હોસ્પિટલ કોમામાં દવાનો પુરતો સ્ટોક ઉપલબ્ધ કરવા સામાજિક કાર્યકરોએ તંત્રને રજૂઆત કરી

મોરબી: મોરબીમાં એક માત્ર સિવિલ હોસ્પિટલ આવેલ છે ત્યા કોમામાં સાવ સામાન્ય રોગની દવા પણ ઘણા લાંબા સમયથી ઉપલબ્ધ ન હોવાથી હોસ્પિટલ કોમામાં દવાનો પુરતો સ્ટોક સમયસર ઉપલબ્ધ કરવામાં આવે તે માટે સામાજિક કાર્યકરો અને આમ જનતા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા આરોગ્ય મંત્રી રૂષીકેશ પટેલ અને મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાને તથા સીવીલ હોસ્પીટલના સુપ્રિટેન્ડન્ટને જાણ કરી રજૂઆત કરવામાં આવી છે.

મોરબી શહેરની એક માત્ર સીવીલ હોસ્પીટલમાં છેલ્લા ઘણા સમયથી અમુક એવા નજીવા રોગોની પણ દવા નથી તથા આવા સામાન્ય રોગોની દવા માટે મેડીકલોથી ઉંચા ભાવે લેવી પડે છે અને ગરીબ માણસો પાસે દવા લેવાના પણ પૈસા નથી હોતા તેઓ પ્રાઇવેટ મેડીકલ ઉપરથી દવા લઇ શકતા નથી. જે અંગે યોગ્ય રજુઆત ઋષિકેશ આરોગ્ય મંત્રીને જાણ કરવામાં આવે છે તદુપરાંત મુખ્યમંત્રી ગુજરાત રાજય તથા મોરબી -માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા તથા સીવીલ હોસ્પીટલના સુપ્રિટેન્ડન્ટને પણ જાણ કરવામાં આવે છે ઉપરાંત મુખ્ય મંત્રીને પણ રજૂઆત કરવામાં આવે છે.

મોરબી સિવિલ હોસ્પિટલમાં દવા ધણા સમયથી ઉપલબ્ધ નથી જેમ કે Sopramicin, Povidione iodine, Amoxy 250, Amoxy 500, Amoxy 625, Line 20ide 600 mg, Calamine 10 tion, Ljk H.
આવી અનેક દવાઓ તેમજ નાક-કાન-ગળાના ટીપા વિગેરે તથા બીજી નાની મોટી દવા માટે પણ મેડીકલ સ્ટોરમાં ઉંચા ભાવે દવા લેવી પડે છે જે અંગે ગરીબ લોકો માટે સીવીલ શું નામની કહેવાની ? આવીતો અનેક દવાઓ નથી કયારે સમયસર દવાનો સ્ટોક ઉપલબ્ધ થશે ? આ અન્વયે જરૂરીયાત પુરી કરવા સામાજીક કાર્યકરોની તથા આમ જનતાની માંગ છે. આરોગ્ય મંત્રીશ્રી રૂષિકેશ પટેલ તથા ધારાસભ્ય અમૃતિયા આ બાબતે રસ લે અને સીવીલ હોસ્પીટલની અઠવાડીયે પંદર દિવસે એક મુલાકા અચાનક રાત્રીના સમયે લે તો સાચો પદાફાર્સ ખુલશે, મોરબીના ધારા સભ્યને મોરબીની સીવીલ હોસ્પીટલ પ્રત્યે ઘણી લાગણી છે જે કોરોના સમયે જગ જાહેર દેખાય આવ્યુ છે. અને તાત્કાલીક માંગણી રજુ કરે તે અંગે સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઇ જી. બાંભણીયા, મુકુંદરાય પી. જોષી, અશોક ખરચરીયા, જીજ્ઞેશ પંડયા, મુછડીયા વાલજીભાઇ ધનજીભાઇ, મુશા બ્લોચ તથા આમજનતા દ્વારા પત્ર લખી માંગણી અને રજુઆત કરી છે.

Related Articles

Total Website visit

1,595,269

TRENDING NOW