Sunday, May 4, 2025

મોરબી સિવિલ હોસ્પિટલની ફલુ ઓપીડીમાં તાત્કાલિક પોલીસ બંદોબસ્ત મુકવા માંગ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં કોરોના વાયરસની મહામારી દિન-પ્રતિદિન વધી રહી છે. અને આરોગ્ય તંત્ર સાથે સમગ્ર વહિવટી તંત્ર આમ જનતાની સુખાકારી માટે કામગીરીમાં જોતરાઈ ગયું છે. ત્યારે મોરબી સિવીલ હોસ્પિટલમાં ધણો જ ઓછો સ્ટાફ હોવા છતાં આમ જનતાની સુખાકારી માટે દિવસ-રાત્રિ જોયા વગર ફરજ પરનો સ્ટાફ તનતોડ મહેનત કરી રહી છે.

પરંતુ હાલ સિવીલ હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ હોય જ્યાં જોવો ત્યાં દર્દીઓનો ટ્રાફિક હોય જેથી દર્દીને તપાસવા તેમજ દાખલ કરવા જેવા નજીવા પ્રશ્ન દર્દીઓના સગા વ્હાલા કે અન્ય જોડે આવેલા લોકો દ્વારા પોતાની ઇમ્પ્રેસન જમાવવા માટે ફરજ પરના સ્ટાફ સાથે અણછાજતું વર્તન કરી ફરજ પરના સ્ટાફનું મોરલ તોડવા પ્રયાસ કરી રહ્યા છે. જે અશોભનીય હોય જેથી મોરબી સિવીલ હોસ્પિટલમાં કોરોના માટે કાર્યરત કરવામાં આવેલ ફલુ ઓપીડીમાં સવારે ૮ કલાકથી રાત્રીના ૮ કલાક સુધી ચાર પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોને યોગ્ય વ્યવસ્થા માટે બંદોબસ્તમાં મુકવા જરૂરી હોય આ બાબતે તાત્કાલિક ધટતુ કરી ફલુ ઓપીડીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી યોગ્ય વ્યવસ્થા કરવા જીલ્લા કલેકટર, પોલીસ વડા સહિતના અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે.

ફિલુ ઓપીડીમાં પીવાના પાણીની વ્યવસ્થા કરો

મોરબ માં કોરોના મહામારીને પહોંચી વળવા માટે મોરબી સિવીલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરમાં ફલું ઓપીડી કાર્યરત કરવામાં આવી છે. પરંતુ હોસ્પિટલ તંત્ર દ્વારા ફરજ પરના સ્ટાફ અને દર્દીઓ માટે પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. અને ના છુટકે બહારથી વેચાતું પાણી લેવા જવું પડી રહ્યું હોય જેથી તાત્કાલિક પીવાના પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે.

Related Articles

Total Website visit

1,502,729

TRENDING NOW