મોરબી જિલ્લામાં કોરોના કહેર વર્તાઇ રહ્યો છે. ત્યારે મોરબીના સામાજિક આગેવાનો સંગઠનનો અને ઉદ્યોગપતિઓ દ્વારા આગળ આવીને મદદરૂપ બની રહ્યા છે. તેમજ મોરબી જિલ્લામાં કાર્યરત કોવિડ સેન્ટરમાં અનુદાન આપી રહ્યા છે. ત્યારે સાંસદ મોહન કુંડારિયા દ્વારા મોરબીના લોકોને ત્વરિત મેડિકલ સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી પોતાની ગ્રાન્ટમાંથી મોરબી જિલ્લાને ત્રણ એમ્બ્યુલન્સ ફાળવવા જાહેરાત કરવામાં આવી હતી.
ત્યારે સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા દ્વારા તેમની એન્ટીક ગ્રેનાઇટો કંપનીમાંથી મોરબી સિરામીક એશોસીએસન દ્વારા ચાલતી દરેક પ્રવૃતિમાં મોરબીમાં કોરોના માટે રેપીડ ટેસ્ટ, ઓક્સિજન બોટલ તેમજ જ્યાં પણ વસ્તુ લેવા માટે જરૂરીયાત પડે તેમાં ઉપયોગ કરવા માટે રૂ.21 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. ત્યારે આ પૈસા મોરબીના તમામ સમાજના લોકો માટે વાપરવામા આવશે તેમ સિરામિક એસોસિયેશન પ્રમુખ નિલેશ જેતપરિયાની યાદીમાં જણાવાયું હતું.