મોરબી સિરામિક ઉદ્યોગો દ્વારા અવારનવાર ફાયર સ્ટેશન અને સર્વિસ સ્ટેશનની માંગ સરકાર ક્યારે સાંભળશે ?
મોરબી જિલ્લો બન્યા બાદ આમ જોવા જઈએ તો મોરબીનો ઘણો ખરો વિકાસ થયો છે ઉદ્યોગ ક્ષેત્રનો ઘણો વિકાસ થયો છે જિલ્લો બન્યા બાદ મોરબીની વસ્તીમાં પણ વધારો થયો છે પરંતુ હજુ સુધી મોરબી પાસે જરૂરિયાત મુજબની સુવિધાઓ નથી.
મોરબી સિરામિક ઉદ્યોગનું હબ બન્યું છે ત્યારે જિલ્લામાં સીરામીક,પેપરમીલ,મિનરલ્સ,કેમિકલ,સ્પ્રેડાયર,પ્લાસ્ટિક,જીનીંગ,પેકેજીંગ,વુડન ક્લોક,પોલીપેક,લેમિનેશન,મોજેક નળીયા, જેવા નાના-મોટા આશરે 4000 ઉદ્યોગો હરણફાળ પ્રગતિ કરી રહ્યા છે જેમાં આશરે પાંચ લાખ માણસોને સીધી કે આડકતરી રીતે રોજગારી મળતી હોય છે. તદુપરાંત મોરબી ઉદ્યોગિક વિસ્તારમાં મોટા પ્રમાણમાં સ્પીનિંગ મીલ અને કપાસ મગફળીની જીનિંગ પ્રોસેસિંગ યુનિટો આવેલ હોય, ત્યારે આટલા મોટા પ્રમાણમાં વિકસિત થયેલ ઉદ્યોગમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે પરંતુ તેની સામે ઔદ્યોગિક વિસ્તારમાં ફાયર સ્ટેશનની સુવિધા નથી જ્યારે આગ લાગે ત્યારે દૂર દૂર ના શહેરોમાંથી ફાયર ફાઈટરને બોલાવવામાં આવતા હોય છે જે સમયસર પહોંચી શકતા નથી અને લાખો કરોડોમાં કાચા પાકા માલ અને સંસાધનોને નુકસાન થાય છે. ઉપરાંત અમૂલ્ય માનવ જીવન દાવ પર લાગેલું રહે છે જ્યારે આગ લાગે ત્યારે આગને કાબુમાં લેવા માટે ઉદ્યોગો પાસે ફાયર ફાઈટર કે નક્કર સંસાધનો નથી હોતા. ત્યારે ઘણી વખત લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ઘણું નુકસાન કરતી હોય છે.
ત્યારે મોરબી જિલ્લાને ઔદ્યોગિક વિસ્તારમાં ફાયર સ્ટેશનની સુવિધા આપવા માટે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા અવારનવાર મોરબી જિલ્લાને લાગતા સાંસદો, ધારાસભ્યો, જિલ્લાના પ્રભારી, ઉપરાંત મુખ્યમંત્રીને પણ અવારનવાર રજૂઆતો કરી હોય પરંતુ ઉદ્યોગકારોની માંગણી હજુ સુધી સરકાર દ્વારા કાને લેવામાં આવી નથી.
ત્યારે મોરબીમાં બે દિવસ પૂર્વે લીલાપર રોડ પર આવેલ પેપર મિલના કારખાનામાં આગ લાગી હોય ત્યારે પેપર ના કારખાનામાં ભયંકર નુકસાન પહોંચ્યું હતું જે આગને કાબૂ મેળવવા માટે મોરબી ફાયર ફાઈટર સક્ષમ ના હોય તે માટે આજુબાજુના જિલ્લાઓમાંથી પણ ફાયર ફાઈટરની ટીમોને બોલાવવામાં આવી હતી ત્યારે આ પેપરમીલના કારખાનામાં લાગેલ આગને કાબુમાં લાવવામાં ઘણો ખરો સમય લાગી ગયો હતો ત્યારે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ફરી એક વાત તેમની આ માગણીને ધ્યાને લઇ તેને પૂર્ણ કરવા માટેની હાલમાં માંગ ઉઠી છે.





