Tuesday, March 10, 2026

મોરબી સિરામિક ઉદ્યોગને મળશે વેગ મકનસર નજીક ઈનલેન્ડ કંન્ટેનર ડેપો પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૧૧૨ કરોડ ફાળવાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિરામિક ઉદ્યોગને મળશે વેગ મકનસર નજીક ઈનલેન્ડ કંન્ટેનર ડેપો પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૧૧૨ કરોડ ફાળવાયા

મોરબી : મોરબીમાં ઉઘોઁગકારોના મોટા પ્રમાણમા થતા એક્સપોટઁ અને ઈમ્પોટઁને ઘ્યાને લઈને ભારતીય રેલ્વે દૃારા થોડા સમય પહેલા મોરબીના મકનસર ગામ પાસે ICD (ઈનલેન્ડ કન્ટેનર ડેપો)ને મંજુરી આપેલ આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ માટે મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દૃારા સાસંદ મોહનભાઈ કુંડારીયા સાહેબને રજુઆત કરતા તેમની રજુઆતોને ઘ્યાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા પી એમ ગતિ શકિત યોજના હેઠળ આ ૨૮૦ કરોડના પ્રોજેક્ટને મંજુરી આપી હાલ ૧૧૨ કરોડ ફાળવેલ છે.

જેથી હવે રેલ્વે બોડઁ દ્વારા ICD (ઈનલેન્ડ કંન્ટેનર ડેપો)ના આ પ્રોજેક્ટનુ કામ આગળ વઘશે મકનસર પાસે ICD થતા મોરબી સીરામીક ઉઘોઁગકારોને એક્સપોટઁ તેમજ ઈમ્પોટઁમા ટ્રાન્સપોટેઁસનના ભાડામા ફાયદો થશે તેમજ કસ્ટમ ક્લીયરન્સમા ખૂબજ સરળતા રહેશે જેથી એક્સપોટઁને વેગ મળશે તેમજ Freight forwarders, Custome clearanceના એજન્ટોની ઓફિસો મોરબી થશે જેથી નવી રોજગારી ઉભી થશે એ ઉપરાંત મોરબીનુ દરરોજના ૧૨૦૦ કંન્ટેનરનુ એક્સપોટઁ હોવાથી હાઈવેના ટ્રાફીકમા ઘટાડો થશે આ તકે મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન કેન્દ્ર સરકારનો તેમજ સાસંદ મોહનભાઈ કુંડારીયા સાહેબનો આભાર વ્યક્ત કરે છે.

Related Articles

Total Website visit

1,595,220

TRENDING NOW