મોરબીના સામાકાંઠા વિસ્તારમા આવેલ બોધ્ધનગર વિસ્તારમાં રહેતી પરિણીતા ગુમ થયા હોવાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાંકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ આવેલ બોધ્ધનગર વિસ્તારમાં રહેતી મંજુબેન દેવજીભાઇ મુછડીયા (ઉ.વ.૨૮) નામની પરિણીતા ગત તા.૯ ના રોજ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. બાદમાં સમયસર તેણી પરત ઘરે ન આવતા તેના પરિવારજનોએ ઘરમેળે શોધખોળ કરી હતી. પરંતુ આજદિન સુધી તેણીનો પત્તો ન લગતા અંતે તેના પતિ દેવજીભાઇ કરશનભાઇ મુછડીયાએ પોતાની પત્નીની ગુમસુદા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસે પરિણીતાની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.