મોરબી: સમગ્ર દશનામ ગોસ્વામી અને સમસ્ત સાધુ સમાજ વિશે તાજેતરમાં ભરત ભરવાડ નામના શખ્સ દ્વારા સોશિયલ મિડીયામા વિડીયો મારફતે અપમાનજનક અને વાંધાજનક ટીકા ટિપ્પણીઓ અને અભદ્ર ભાષાઓના ઉપયોગ કરી હતી. જેથી સાધુ સમાજની ધાર્મિક અને સામાજિક લાગણીઓ દુભાય તેવુ કૃત્ય કરવામા આવેલ જેના વિરોધમાં મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા એસપી તથા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
દશનામ ગોસ્વામી સમાજ દ્વારા મોરબી એસપી તથા જિલ્લા કલેકટરને ભરત ભરવાડ વિરુદ્ધ આવેદન પાઠવી રજૂઆત કરી છે. તેના વિરુદ્ધ કડકમા કડક કાર્યવાહી કરવાની માંગ કરવામા આવી છે. આ તકે દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી, ઉપપ્રમુખ હંસગીરી, શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળમાંથી તેજસગીરી, હાર્દિકગીરી, હિરેનગીરી, ચેતનગીરી, મુકેશપરી તથા સપ્તેશ્વર મહાદેવ મહંત લાભુગીરી, પીઠડના મહંત રમેશગીરી, મહેન્દ્રનગરથી રાજેશપરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.