મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા તા. ૦૨ના રોજ સવારે ૯:૦૦ વાગ્યા થી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેનો કેમ્પ મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો જે કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા, અમુલભાઈ જોષી, ઉપપ્રમુખ કિશોરભાઈ પંડ્યા, નરેન્દ્રભાઇ મેહતા, સુરેશભાઈ ત્રિવેદી, મનોજભાઈ પંડ્યા, આર્યન ત્રિવેદી, ધ્વનીતભાઈ દવે, વિવેકભાઈ શુક્લ સહિતનાએ ખુબ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના અગ્રણી અનિલભાઈ મેહતા, ભુપતભાઈ પંડ્યા, મુકેશભાઈ જાની(ભૂદેવ), એડવોકેટ મનીષભાઈ જોષી, શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા, મુકુન્દભાઈ જોષી સહિતનાએ હાજરી આપી હતી.
