મોરબી મધ્યે સમગ્ર ચારણ-ગઢવી સમાજ દ્વારા આઈશ્રી સોનલમાઁ મંદિરની ત્રિદિવસીય ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આયોજન.
મોરબી ચારણ સમાજ દ્વારા તા. ૨૫/૦૬/૨૦૨૩ (રવિવાર) થી ૨૭/૦૬/૨૦૨૩ (મંગળવાર) સુધી સોનલમાઁ મંદિરની ત્રીદીવસીય ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં પ્રથમ દિવસે તારીખ ૨૫/૦૬/૨૦૨૩ ને રવિવારે સાંજે ૫:૦૦ કલાકે સોનલમાઁની મૂર્તિની નગરયાત્રા ગોવિંદભા રાજૈયા તથા નાનભા રાજૈયાના નિવાસસ્થાનેથી ચારણ સમાજની વાડી સુધી નીકળનાર છે. જેથી આ રથયાત્રામાં આઈશ્રી સોનલમાઁના દર્શન માટે સૌને ભાવભર્યું આમંત્રણ છે.
બીજા દિવસે તારીખ ૨૬/૦૬/૨૦૨૩ ને સોમવારે સાંજે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ધુરંધર લોકસાહિત્યકાર એવા બ્રિજરાજદાન ગઢવી, હાસ્યકલાકાર શ્રી હકાભા ગઢવી, ચારણી ચરજોના કલાકાર શ્રી જયદાન ગઢવી તથા મોરબી નું ઘરેણુ એવા લોકસાહિત્યકાર શ્રી રાજુભાઈ આહિર દ્વારા ચારણી ચરજો, દુહાછંદ અને હાસ્યની છોળો સાથે ભવ્ય સંતવાણી કરવામાં આવશે.
ત્રીજા દિવસે તારીખ ૨૭/૦૬/૨૦૨૩ ને આઈશ્રી સોનલમાઁ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી પૂર્ણાહુતિ કરી ગોવિંદભા રાજૈયા તથા નાનભા રાજૈયા તરફથી મહાપ્રસાદ લઈ પૂર્ણ કરવામાં આવશે.ત્યારે આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં પધારવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સ્થળ :- આઈશ્રી સોનલમાઁ મંદિર, ચારણ સમાજની વાડી, લીલાપર રોડ, ગૌશાળા સામે, મોરબી.