તા.૧૦/૦૬/૨૦૨૨ ના રોજ સબ જેલ મોરબી ખાતે જીલ્લા ક્ષય કેન્દ્ર તેમજ સિવિલ હોસ્પિટલ મોરબીના સંયુક્ત ઉપક્રમે સબ જેલના તમામ કેદીઓને ટી.બી. જેવા ભંયકર રોગ વિષે માહિતી આપવામાં આપી જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ બધા જ કેદીઓનુ ટી.બી. તથા લેપ્રસી રોગ માટે સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ હતું તથા શંકાસ્પદ વ્યક્તિના સ્પોટ સ્પુટમ સેમ્પલ લેવામાં આવ્યા હતા, આ કાર્યક્રમ માં ૨૯૨ પુરૂષ તથા ૦૯ સ્ત્રી એમ કુલ ૩૦૧ જેટલા કેદીઓ સામેલ થયા હતા
આ કાર્યક્રમમાં જીલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો ઓ્ડીનેટર પિયુષભાઈ જોષી, TB હેલ્થ વીઝીટર નિખીલ ભાઈ ગોસાઈ , લેપ્રસી પેરા મેડિકલ વર્કર ધર્મેન્દ્ર ભાઈ વાઢેર, સિવિલ હોસ્પિટલ મોરબીમાંથી આઇ સી. ટી.સી. કાઉન્સેલર વસંત ભાઈ પડસુંબિયા, લેબ ટેક ભૂમિ બેન પટેલ, શ્વેતાના ફિલ્ડ કો ઓર્ડનેટર રાજેશ ભાઈ લાલવાણી સુભિક્ષા પ્રોજેક્ટ ઓફિસર મીનાબેન પરમાર હજાર રહ્યા હતા
આ કાર્યક્રમને સાર્થક બનાવવા મોરબી સબ જેલના જેલ અધિક્ષક કે.એસ.પટણી તથા હાજર રહેલ તમામ સ્ટાફએ ભારે જહેમત ઉઠાવી હતી
