મોરબી: શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યના આદેશ મુજબ વર્ષ 2020 ના બદલી કેમ્પ ઓવર સેટ અપ, ઓનલાઈન તાલુકા આંતરિક કેમ્પ બાદ ખાલી રહેતી જગ્યા માટે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાંથી મોરબી જિલ્લામાં આવવા માંગતા શિક્ષકોનો બદલી કેમ્પ ધ વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલ મોરબી ખાતે યોજાઈ હતી.
જેમાં જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલા, ચેરમેન શિક્ષણ સમિતિ જીલ્લા પંચાયત પ્રવીણભાઈ સોનાગ્રા, દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ અને કિરણભાઈ કાચરોલા મહામંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી ઘનશ્યામભાઈ દેથરીયા પ્રમુખ અને દિનેશભાઈ હુંબલ મહામંત્રી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મોરબી વગેરેની ઉપસ્થિતિમાં જિલ્લા ફેર બદલી કેમ્પમાં ધો.1 થી 5 ની 184 ખાલી જગ્યાના 40 ટકા લેખે ભરવા પાત્ર 88 જગ્યા પૈકી 39 જગ્યા ભરાઈ ભાષાની 46 ખાલી જગ્યાના 40% પૈકી ભરવા પાત્ર 24 જગ્યા પાકી 24 જગ્યા ભરાઈ ગઈ છે.
સામાજિક વિજ્ઞાનની 53 ખાલી જગ્યાના 40 % જગ્યા પૈકી 22 જગ્યાઓ ભરવાની હતી જે પૈકી 22 બાવીસ જગ્યા ભરાયેલ છે. ગણિત વિજ્ઞાન વિષયની 54 જગ્યા પૈકી 40 % મુજબ 22 જગ્યા ભરવાની હોય જે પૈકી 22 જગ્યાઓ ભરાયેલ છે,કેમ્પનું સમગ્ર સંચાલન અશોકભાઈ વડાલીયા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યું હતું. તમામ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ સી.સી.કાવર દિનેશભાઈ ગરચર, શર્મિલાબેન હુંબલ, દિપાબેન બોડા તેમજ યોગેશભાઈ કડીવાર અને તમામ તાલુકાની શિક્ષણ શાખાઓના સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.
