Saturday, March 7, 2026

મોરબી શહેર. સિટી. એ. ડિવિ. પોલીસ મથક વિવાદો વચ્ચે ફરી એક વાર બન્યું ચર્ચાનો વિષય પોલીસ મથકમાં યુવકે ફિનાઇલ ગટગટાવતા ચકચાર મચી

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેર. સિટી. એ. ડિવિ. પોલીસ મથક વિવાદો વચ્ચે ફરી એક વાર બન્યું ચર્ચાનો વિષય પોલીસ મથકમાં યુવકે ફિનાઇલ ગટગટાવતા ચકચાર મચી

મોરબી શહેરનું સીટી.એ.ડિવિઝન પોલીસ મથક ક્યાંક ને ક્યાંક વિવાદોમા ઘેરાયું હોય તેમ જણાઈ રહ્યું છે એ.ડિવિ.પોલીસ મથકના ગેટ પાસે પોલીસ દ્વારા હેરાન કરવાના આરોપ સાથે એક યુવકે ફિનાયલ ગટગટાવી લીધું અને સાથે એવા પણ આરોપ છે કે પોલીસ કેટલાક શખ્સો વિરુદ્ધ ફરિયાદ લેતી નથી તો ક્યાંક ક્યાંક એ ડિવિ. પોલીસ મથકની કામગીરી સવાલોના ઘેર વચ્ચે ગૂંજવાઈ ગયું હોય તેમ જણાઈ રહ્યું છે તો હવે સવાલ એ છે કે પોલીસ આ શંકાનું સમાધાન કરશે ખરું?

આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર હર્ષદભાઈ વેલજીભાઈ ચૌહાણ નામના યુવકે પોલીસ સ્ટેશનમાં જ ફિનાઇલ ગટગટાવી લીધું હતું યુવકનો આક્ષેપ છે કે મનીષા અને સુરીયો નામના વ્યક્તિઓ દ્વારા તેના પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે આ સાથે તેના દીકરાને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ અંગે વારંવાર પોલીસ મથકે ફરિયાદ કરવા આવી હતી છતા કોઈ કાર્યવાહી ન થતાં અને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતા અંતે કંટાળી યુવકે અતિઆઘાતજનક પગલું ભરવા મજબુર બન્યો હતો જેમાં ફિનાઇલ પીધા બાદ યુવકની તબિયત બગડતાં તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત અંગે તબીબો નજર રાખી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના અંગે મોરબી.સિટી.એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ રાકેશ પટેલ ફરી એકવાર વિવાદોના ઘેરા વચ્ચે ગૂંચવાઈ ગયા હોય તેમ જણાઈ રહ્યું છે
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પીઆઈ રાકેશ પટેલ અગાઉ પણ અનેક વાર વિવાદો વચ્ચે આવ્યા છે અને આજે પણ ચર્ચાનો વિષય બન્યા હોય તેમ જણાઈ રહ્યું છે જેમા‌ થોડા સમય પેહલા મોરબીના જાહેર માર્ગ પર એક વ્યક્તિ એક હાથમાં લાકડી અને બીજા હાથમાં દારૂની પોટલી લઈને જતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે અંગે પણ પોલીસની ભૂમિકા પર સવાલો ઊઠ્યા હતા. આ સિવાય અગાઉ પીઆઈ દ્વારા મહિલાને હેરાન કરવામાં આવી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા હતા.

હવે વારંવાર વિવાદોમાં રહેલા પીઆઈના પોલીસ સ્ટેશનમાં પોલીસ તથા બૂટલેગરોનાં કથિત ત્રાસથી કંટાળીને યુવકે ફિનાઇલ પીધું હોવાનો ગંભીર આક્ષેપ થતાં મામલો વધુ સંવેદનશીલ બન્યો છે. ત્યારે આ

ઘટનાને પગલે શહેરમાં રોષની લાગણી જોવા મળી રહી છે સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ ઉઠી છે. જો આરોપોમાં સત્યતા સાબિત થાય તો જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે.

Related Articles

Total Website visit

1,595,063

TRENDING NOW