Tuesday, March 10, 2026

મોરબી શહેર ભાજપ ઉપપ્રમુખ અજય ગરચરના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ અજયભાઈ ગરચર દ્વારા તેમના જન્મદિવસ નિમિતે એક નવી પહેલ કરવામાં આવી અજયભાઈ દ્વારા આજરોજ શહેર યુવા ભાજપની પૂરી ટીમ અને અને એમના મિત્રો સાથે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન ભુવનની મુલાકાત લેવામાં આવી હતી અને 160 થી વધુ પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવામાં આવ્યું હતું.

આ મુલાકાત ગ્રુપના ઘણા સભ્યો ની પ્રથમ વખત હતી ઘણા સભ્યો આ મુલાકાત દરમિયાન ભાવુક થઈ ગયા હતા પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન ભુવન ના સંચાલક હાતિમભાઈ અને પૂરી ટીમ ને મોરબી ની સમગ્ર જનતા નતમસ્તક એમની સેવાને પ્રણામ કરે છે અજયભાઈ ની આ પહેલ દ્વારા ગ્રુપ ના ઘણા સભ્યો ને સેવાની પ્રેરણા મળી અને અજયભાઈ એ એમના નવા વર્ષ ની શરુઆત સવારે જ ગાયમાતા ની પૂજા કરીને આશીર્વાદ લીધા તથા જન્મદિવસ ની ઉજવણી પણ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન ભુવન ના સાનિધ્યમાં કરવામાં આવી હતી.

આ તકે મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી જયદિપભાઈ હુંબલ,મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ વાંક, યોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ કેયુરભાઈ પંડ્યા,જયેશભાઈ ડાભી, રાહુલભાઇ હુંબલ, મંત્રી વિરલભાઈ ખાખરિયા, મનીષભાઈ બોરીચા, કોષાધ્યક્ષ મહેશભાઈ સોલંકી, આઇટી ઇન્ચાર્જ વિજયભાઈ ગજીયા,જયેશભાઈ જીલારિયા તથા એના મિત્રો વગેરે હાજર રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,595,213

TRENDING NOW