મોરબી શહેર ને ભાજપ ની નગરપાલિકા એ ઘૂળયું નગર બનાવી દીધું તે મંત્રી બ્રીજીભાઇજા ને ઘ્યાને નથી આવતું રમેશ રબારી
……………………………………..,…..
સૌરાષ્ટ્રનું એક વખત નુ પેરિસ કહેવાતું મોરબી શહેર આજ ભાજપ શાસિત નગરપાલિકા એ નર્કાગાર માં ફેરવી ઘૂળ્યું નગર બનાવી દીધું છે
મોરબી જિલ્લા ના લોકો અને દેશ પરદેશ માં થી લોકો મોરબી માં સવાર નવાર આવન જાવન કરે છે ત્યારે મોરબી શહેર ની પરિસ્થિત જોય લોકો આ હાલ ના ભાજપ ના મંત્રી બ્રીજેસભાઈ મેરજા ની અને નગરપાલિકા ની કામગીરી ઉપર સવાલ ઉઠાવે છે કે શહેર ના એક પણ રસ્તા ચાલવા લાયક નથી જ્યાં જુઓ ત્યાં ખાડા ટેકરા અને અઘુરા માં પૂરું સા ખાડા બુરવા નુ કામ કરવા માં આવે છે તેમાં પણ ખાલી ઘૂળ નાખી ખાડા ટેકરા ને પેચવર્ક કરવા માવાવે છે જેના કારણે સતત રોડ ઉપર ઘૂળ ની ડમરી ઊડી રહી છે. જેના કારણે માનવ ની મહા મૂલ્ય જીદગી સાથે ચેંડા થતા હોય તેવું લોક મુખે ચર્ચાય છે ઘૂળ ઉડવા ના કારણે વેપાર ઘઘાં કરતા વેપારી તેમની દુકાન પણ બરાબર ખોલી સક્તા નથી અને લોકો પણ આ ઘૂળ ઉડવા ના કારણે શ્વાસ અને ફેફસાં ના રોગ ની પરેશાની ભોગવી રહિયા છે ત્યારે મોરબી ભાજપ શાસિત નગરપાલિકા અને મોરબી ના ધારાસભ્ય અને રાજ્ય ના મંત્રી બ્રિજેશ ભાઈ મેરજા આ રોડ રસ્તા ઉપર ચાલે છે તો તેમને સા ઊડતી ઘૂળ દેખાતી નથી કે જાણી જોય ને મોરબી ને ઘુળ્યું શહેર બનાવવા નુજ મન બનાવી લીધું હોય અને માનવ જીવન સાથે ચેંડા કરવા નુ નક્કી કરી લીધું હોય તેમ આ પાલિકા ની કામગીરી થી લાગે છે તેમ પ્રજા માની રહેલ છે સુ ઘૂળ ઊડતી અટકાવવા માટે મંત્રી મોરબી માં કમિટી બનાવી કામગીરી કરવા માંગે છે કે સુ એ પ્રજા જાણવા માંગે છે
મોરબી શહેર જિલ્લા ની પ્રજા ના આરોગ્ય ની ચિંતા કરી તાત્કાલિક ઘૂળ ઊડતી બંધ કરવા માટે સફાઈ કામ કરવી પાણી નો છટકાવ કરવા માં આવે અને રોડ રસ્તા ના ખાડા માં ડામર અને સિમેન્ટ નું પેચ કામ કરવા માં આવે તેમ પ્રજા ની લાગણી અને માંગણી છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી ની પ્રેસ યાદી જણાવે છે





