
મોરબી: ઘણી વખત સર્પ નીકળવાની સાથે જ અફડાતફડી જેવો માહોલ સર્જાઈ જાય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં સર્પને મારશો નહીં માત્ર મોરબીમાં અબોલ જીવ પ્રત્યે સેવા કાર્ય કરતું કર્તવ્ય જીવદયા કેન્દ્રને જાણ કર્યે તેમની પ્રોફેશન અને અનુભવી વ્યકિત દ્વારા સર્પને પકડી અન્ય જગંલ વિસ્તારમાં છોડી આવશે.
કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા 2 મહિના પહેલા કર્તવ્ય હેલ્પલાઇન ચાલુ કરી હતી. જેમાં 2 મહિનામાં 130થી વધુ સાપ અને ચંદન ઘો જે કોઈ રહેણાક વિસ્તારમાં આવી ચડ્યા હોય તો તેને સલામત રીતે ત્યાંથી રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં મુકી દેવામાં આવ્યા હતા. પરંતુ અત્યાર સુધીમાં સ્ટાફ રાજકોટથી અપડાઉન કરતા હતા. જેથી સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી જ આ હેલ્પલાઇન ચાલુ રહેતી હતી. જેના કારણે સમયમાં થોડી તફલીક પડતી હતી. પરંતુ હવે નવા સ્ટાફને રાખ્યા હોવાથી મોરબી શહેરમાં 24 કલાક ક્યાંય પણ સર્પ દેખાઇ તો કર્તવ્ય જીવદયા કેન્દ્ર હેલ્પલાઇન નં.75748 68886, 75748 85747 પર સંપર્ક કર્યે ટીમ દોડી આવશે. અને સર્પનું રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવશે.
