મોરબી :- વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા બે ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ.
મોરબીમાં યુવાને બે શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય જે રૂપિયા વ્યાજ તથા મુળી પેટેના ચુકવી દીધેલ હોવા છતાં વ્યાજખોરોએ HDFC બેન્કના ચાર ચેક લખાવી લીધાં હોય અને તેમાથી એક ચેક બેન્કમાં વટાવી ચેક રિટર્ન કરી નેગોશીયેબલ મુજબ કેશ કરી યુવાન પાસે વધું રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપી હોવાની યુવકે બે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીમાં બોની પાર્ક રવાપર રોડ દેવ એપાર્ટમેન્ટમાં રહેતા કેતનભાઈ મગનભાઇ પટેલ (ઉ.વ.૩૬) એ આરોપી માધવભાઈ જીવણભાઈ જીલરીયા તથા જયદીપભાઈ પઢારિયા રહે. બંને શનાળા ગામ મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે સને -૨૦૨૨ ના જુલાઈ મહિનાથી આજદીન સુધી ફરીયાદીએ આરોપી જયદીપભાઈ વાળા મારફતે આરોપી માધવભાઈ પાસેથી રૂપીયા ૪,૦૦,૦૦૦/- માસીક ૮ ટકા વ્યાજે તથા રૂપીયા – ૫,૦૦,૦૦૦/- માસીક ૪૦ ટકા ઉંચા વ્યાજે નાણા લીધેલ હોય જે રૂપીયાના બદલામાં ફરીયાદીએ આરોપીઓને રૂ.૬,૫૨,૦૦૦/- વ્યાજ તથા મુળી પેટેના રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૯,૫૨,૦૦૦/- ચુકવી દીધેલ હોવા છતા આ કામના આરોપી માધવભાઈએ ફરીયાદી પાસેથી ફરીયાદીના HDFC બેંકના ચાર ચેક બળજબરી પુર્વક લખાવી લીધેલ હોય અને તે ચેકોમાંથી એક ચેક બેંકમાંથી વટાવી ચેક રીટર્ન કરી નેગોશીયેબલ મુજબ કેશ કરી ફરીયાદી પાસે આરોપીઓ વધુ રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર કેતનભાઈ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ – ૩૮૪,૫૦૬(૨) તથા મનીલેન્ડર્સ એકટ – ૨૦૧૧ ની કલમ – ૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.