મોરબી વ્યાજખોરોનો ત્રાસ યથાવત બે ફ્લેટ પડાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એ. ડિવિ. પોલીસ મથકે ફરિયાદ
મળતી માહિતી મુજબ ડીમ્પલબેન અમિતાભ વડગામા (ઉ.વ.૩૭) રહે રામભક્તિ એપાર્ટમેન્ટની સામે ઉમીયા સોસાયટી રવાપર રોડ મોરબી વાળા એ મોરબી સીટી.એ. ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી કે આરોપી દિપકસિંહ વાઘેલા રહે નાની બજાર મોરબી, આકાશ કાથરાણી રહે રાજકોટ, રમેશભાઇ રામભાઇ બોરીચા રહે.ચિત્રકુટ પાછળ, પંચવટી સોસાયટી, કન્યા છાત્રાલય રોડ, મોરબી, ભગવાનભાઇ કુંભરવાડીયા રહે.-શીવ શક્તિ સોસાયટી, હનુમાનજીના મંદિરની સામે, રવાપર ધુનડા રોડ, મોરબીવાળા ફરીયાદીના પતિ અમિતાભભાઈ આરોપી દિપકસિંહ સાથે જુગારમા રૂપિયા ૨૨,૦૦,૦૦૦/- હારી જતા તે રકમ ચુકવવા માટે આરોપી આકાશ પાસે રૂપિયા દસ લાખ પાંચ ટકાના વ્યાજે લીધેલ જેના વ્યાજ સહિતની રકમ પેટે આરોપી આકાશએ ફરીયાદીના પતિ અમિતાભાઈને ધાકધમકી આપી બળજબરી પુર્વક બે ફ્લેટ વેચાણ દસ્તાવેજ કરાવી બળજબરી પુર્વક લઇ લીધેલ તેમજ આરોપી દિપકસિંહને રૂપિયા આપવા માટે આરોપી રમેશભાઈ તથા ભગવાનભાઈ પાસેથી અનુક્રમે સાડા પાચ લાખ તથા અઢી લાખ પાંચ ટકાના વ્યાજ દરે લીધેલ જેનુ વ્યાજ ફરીયાદીના પતી ચુકવતા આવેલ અને છેલ્લા બે મહિનાથી તબિયત સારી ન હોવાથી વ્યાજની રકમ ચુકવી નહી શકતા તમામ આરોપીઓએ પોતાની વ્યાજ તથા મુળ રકમ રૂપિયા મેળવવા માટે તેઓ ફરીયાદીના પતિ તથા ફરીયાદીના સસરાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.





