મોરબી વ્યાજખોરનો ત્રાસ યથાવત પઠાણી ઉઘરાણીનો વધુ એક કિસ્સો મકનસરમાં આવ્યો સામે પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ
મળતી માહિતી મુજબ મોરબીના મકનસર ગોકુલનગરમા સ્વામીનારાયણ મંદિરની પાછળ રહેતા અમીતભાઇ વિનોદભાઈ વાડોલીયા (ઉ.વ.૨૬) વાળાએ ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે આરોપી દીલીપભાઈ ઉર્ફે ભગવાનભાઈ વાલજીભાઈ આલ રહે. ગોકુલનગર,મકનસર તા.જી.મોરી તથા ઈમરાનભાઈ તેમજ ઈમરાનભાઈ સાથે આવેલ અન્ય ત્રણ અજાણ્યા શખ્સો આરોપી દીલીપભાઇ પાસેથી રૂ.૨,૫૦,૦૦૦/-(બે લાખ પચ્ચાસ હજાર) ૩૦% ના વ્યાજે લીધેલ હોય અને મૂળ મુદ્દલ રૂ.૨,૫૦,૦૦૦/- ચુકવી આપેલ હોય તેમ છતા આરોપીએ ફરીયાદી પાસે જેતે વખતે સહીઓ વાળા બે ચેક લીધેલ જે પૈકી એક ઈમરાનભાઈને ફરીયાદીની જાણ બહાર આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી, આરોપીઓએ ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી,જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ.૩૦,૦૦, ૦૦૦/-(ત્રીસ લાખ) બળજબરીથી કઢાવતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ BNS કલમ-૩૦૮,૩૧૬(૨),૩૫૨,૩૫૧(૩),૫૪ તથા મનીલેન્ડ એક્ટની કલમ-૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.





