મોરબી : મોરબીમાં વીસીપરામાં વિજયનગરના સનરાજ પાર્કમાં ભાડે રહેતા ગોરધનભાઇ લાલજીભાઇ શુકલ (ઉ.વ.૪૪,) ગત તા.૧૩ના રોજ બપોરે ૨થી ૩વાગ્યા દરમ્યાન ઘરેથી ગયા બાદ પરત આવેલ ન હતા. પરિવારજનોએ ઘરમેળે તપાસ કરતા તેઓ મળેલ ના હતા. આથી, મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલ હોવાની નોંધ કરવામાં આવતા પોલીસ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામા આવેલ છે.