મોરબી: પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચનાથી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ આગામી નવરાત્રિ તહેવારો અનુસંધાને મોરબી જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમોને શોધી કાઢવા સુચના મળતા જે અંગે એસ.ઓ.જી. સ્ટાફ મોરબી સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ શેખાભાઇ મોરી, મુકેશભાઇ જોગરાજીયા તથા મહાવીરસિંહ
પરમાર એમ બધાને સંયુક્ત ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી વીશીપર જુના પ્રકાશ નળીયાના કારખાના પાસે અમરેલી રોડ ઉપર આરોપી ફીરોજશા દાઉદશા શાહમદાર ઉ.વ.૨૦ રહે. હાલ લુક્સ ફર્નીચર પાસે લાી પ્લોટ,જોન્સનગર મોરબી મુળ રહે. ૧૫૦ ફૂટ રીંગ રોડ આવાસ યોજનાના ક્વાટર્સમાં બાલાજી હોલ પાસે રાજકોટ વાળો ગે.કા.દેશી હાથ બનાવટની પીસ્ટલ નંગ-૧ તથા જીવતા કાર્ટીઝ
નંગ-૩ સાથે મળી કુલ કી.રૂ.૧૦,૩૦૦/- સાથે મળી આવતા આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.