મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૧માં નોંધાયેલ અલગ અલગ બે ગુનામાં સંડોવાયેલ આરોપીને મોરબી એસઓજી પોલીસ ટીમ દ્વારા રાજસ્થાન રાજ્યમાંથી પકડી લઈ હસ્તગત કરી આગળની કાર્યવાહી સબબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સોંપી આપેલ છે.
મોરબી એસ.ઓ.જી.પોલીસ ટીમના એએસઆઇ ફારૂકભાઇ યાકુબભાઇ પટેલને ખાનગી રાહે હકીકત મળેલ કે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ નાથકમાં નોંધાયેલ આર્મ્સ એક્ટ તથા પ્રોહીબીશનના બે ગુનાનો આરોપી મુરાદઅલી હાજીલીયાકત રાજડ છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હોય જે હાલે બાડમેર તથા પોતાના ઘેર હોવાની હકીકત આધારે રાજસ્થાન રાજ્યના બાડમેર ખાતે તપાસ કરતા આરોપી બાડમેર શહેર ખાતે આવેલ જેલ રોડ પર મળી આવતા તેની પુછપરછ કરતા ઉપરોક્ત બન્ને ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હોવાની કબુલાત આપતા આરોપી મુરાદખાન લીયાકતઅલી રાજડ ઉવ.૩૨ રહે.દેરાસર, રાજડ કી બસ્તી તા.રામસર જી.બાડમેર (રાજસ્થાન) વાળાને ઝડપી લઈ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સોંપી આપેલ છે.
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા પો.સબ.ઇન્સ.શ્રી કે.આર.કેસરીયા તેમજ એ.એસ.આઇ ફારૂકભાઇ પટેલ, રસીકકુમાર કડીવાર તથા પો.હેડ કોન્સ. જુવાનસિંહ રાણા તથા મુકેશભાઇ જોગરાજીયા તથા શેખાભાઇ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ માણસુરભાઇ ડાંગર તથા આશીફભાઇ રાઉમા તથા અશ્વિનભાઇ લોખિલ તેમજ એલ.સી.બી.ના પોલીસ કોન્સ. ભાવેશભાઇ મિયાત્રા વિગેરે જોડાયેલ હતા.