મોરબી: તાઉતે વાવાઝોડાના કારણે અનેક જિલ્લાઓમાં તબાહી મચાવી હતી. વાવાઝોડાના કારણે મકાનો ઘરાસીયા થયા લોકો મકાન વિહોણાં બન્યા છે. ત્યારે મોરબીમાં સેવાકાર્યોમાં હમેશા અગ્રેસર રહેતા જિલ્લા પંચાયત સદસ્ય અજયભાઇ લોરીયા વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ વિસ્તારોની વ્હારે આવ્યા છે.

જેમાં તાઉતે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોની મદદ માટે અજયભાઇ લોરિયા તથા તેમની ટીમ મોરબીથી રાહત સામગ્રી લઈને રવાના થય હતી. અને ભાવનગર, અમરેલી, ગિર સોમનાથ, તથા ઉનાના પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડની મૂલાકાત લીધી હતી. અને ભાવનગરના રાજુલા વિસ્તારમાં વધુ નુકશાની હોવાથી કોઈ પરિવાર ભૂખ્યા ના સુવે એના માટે ઉના નગરપાલીકા અને રાજૂલાના ગામડા વિસ્તારમાં જરૂરિયાતમંદોને 1500 રાશનકીટ વિતરણ કરી તેઓના ઘરનો ચૂલો સળગતો રહે તેવો પ્રયાસ કર્યો છે.

1500 રાશનકીટ વિતરણ સાથે વાવાઝોડાના કારણે અનેક કાચા મકાનો નળીયા ઉડી ગયા હતા. ત્યારે આવા મકાનો માટે અજયભાઇ લોરિયા દ્વારા 40 હજાર જેટલા નળીયાની સહાય કરી સેવાની દિપ પ્રગટાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવા સેવાભાવી અજય લોરીયા મોરબી જિલ્લામાં કોરોના કાળથી સેવાકાર્ય કરી રહ્યા છે. તેમજ શહિદ પરિવારને રૂબરૂ મળીને આર્થિક સહાય પહોંચાડી રહ્યા છે. ત્યારે મોરબી સાથે સાથે રાષ્ટ્રની સેવા માટે તૈયાર રહેતા અજયભાઇ લોરિયાની આ કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.

