Saturday, May 3, 2025

મોરબી વાંકાનેર હાઇવે પર નવી આરટીઓ નજીક ગાડી પલટી મારી જતા કાર ચાલક નું મોત.

Advertisement
Advertisement
Advertisement

મોરબી વાંકાનેર હાઇવે પર નવી આરટીઓ નજીક ગાડી પલટી મારી જતા કાર ચાલક નું મોત.

મોરબી વાંકાનેર હાઇવે પર નવી આરટીઓ નજીક બેફિકરાઈ થી ગાડી ચલાવી આવતા ચાલકની કાર પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા ગીરીશભાઈ લાલજીભાઇ પરમારે પોતાના હવાલાવાળી મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર રજીસ્ટર નં- GJ-03-HK-4725 વાળી ફુલ સ્પીડમા પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવતા રોડમા વળાંક આવતા કારને અચાનક કાવુ મારતા સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર ઝડપથી રોડની ડાબી બાજુમા આવેલ લોખંડની રેલીંગ સાથે ભટકાઇ જતા લોખંડની રેલીંગ તોડીને પલ્ટી ખાઇને સર્વિસ રોડ ઉપર આવી જતા અકસ્માત થતા ગીરીશભાઈ લાલજીભાઇ પરમારને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે અજીતભાઈ બિજલભાઈ સોલંકી (રહે. વાંકીયા ગામ-૨ તા. વાંકાનેર)એ કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

Related Articles

Total Website visit

1,502,726

TRENDING NOW