મોરબીના લીલાપર નજીક આવેલ હાલમાં યુવક ડૂબી જતા મોત નીપજ્યું હતું.
બનાવની મળતી માહિતી મુજબ, મોરબીના લીલાપરમા રહેતા શ્યામ ભરતભાઈ અગોલા ઉં.વ.૨૦ કોઈ કારણોસર કેનાલમાં પડી હતા હતા. બાદ તેમને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ડોક્ટર દ્વારા આ ૨૦ વર્ષીય યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જે અંગે તાલુકા પોલીસ દ્વારા ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે.