Monday, March 9, 2026

મોરબી : લાયન્સ ક્લબ દ્વારા ટ્રી પ્લાન્ટેશન પ્રોજેક્ટ

Advertisement
Advertisement
Advertisement

મોરબી : લાયન્સ ક્લબ દ્વારા ટ્રી પ્લાન્ટેશન પ્રોજેક્ટ

આજરોજ લાયન્સ ક્લબ દ્વારા મોરબીના રવાપર પાસે આવેલ આલાપ રોડ પર ટ્રી પ્લાન્ટેશન પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે પર્યાવરણ ને બચાવવા માટે આલાપ રોડ પરના અલગ અલગ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

મોરબી લાયન્સ ક્લબ દ્વારા મોરબીના આલાપ રોડ પર ટ્રી પ્લાન્ટેશન પ્રોજેક્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ના દ્વિતીય વાઇઝ ડિસ્ટ્રીકટ ગવર્નર એમ.જે.એફ રમેશભાઇ રૂપાલા તથા લાયન્સ ક્લબના પેસ્ટ પ્રેસિડેન્ટ ટી.સી. ફૂલતરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

આ પ્રોજેક્ટના ચેરમેન પ્રાણજીવનભાઈ રંગપરીયા, પ્રેસિડેન્ટ જગદીશ કુમાર કાવર,સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, મણીભાઈ કાવર,મહાદેવભાઈ ચિખલિયા,ભાણજીભાઈ આદરોજા, આલાપ સોસાયટી ના મેમ્બર પ્રભુભાઈ સાણજા સહિતના ઉપસ્થિત રહેલ હતા અને ટ્રી પ્લાન્ટેશન કરેલ હતું.

Related Articles

Total Website visit

1,595,141

TRENDING NOW