Monday, March 16, 2026

મોરબી : રામાનંદી સાધુ સમાજ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા સુંદરકાંડના પાઠ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી : રામાનંદી સાધુ સમાજ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા સુંદરકાંડના પાઠ યોજાશે
મોરબી રામાનંદી સાધુ સમાજ દ્વારા શ્રી આદ્યાચાર્ય જગતગુરુ શ્રી ભગવન્નિમ્બાકાચાયૅજીનો ૫૧૧૮ મા જન્મોત્સવ વિ સં ૨૦૭૯ કાર્તિક સુદ પૂર્ણિમા તારીખ ૦૮/૧૧/૨૦૨૨ મંગળવારના રોજ આયોજન કરાયું હતું પરંતુ ઝુલતા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને સ્નેહમિલન તેમજ ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યા છે
મોરબી-માળિયા રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા તા. ૦૮-૧૧ ના રોજ સવારે ૯ કલાકે ગુરુપૂજન, સમૂહ હનુમાન ચાલીસા પાઠ અને સમયોચિત હરિનામ સંકીર્તન કરાશે અને બપોરે ૨ : ૩૦ કલાકે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે મોરબી રામાનંદ ભવન, રામઘાટ મોરબી ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાશે તેમ રામાનંદી સાધુ સમાજની યાદીમાં જણાવ્યું છે

Related Articles

Total Website visit

1,597,707

TRENDING NOW