મોરબી: રામધન ખાતે આજથી ‘ભવ્ય દેવી ભાવગત કથા’નો શુભારંભ
મોરબીમાં મહેન્દ્રનગર ખાતે આવેલા સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે આજથી તારીખ 30 જાન્યુઆરીથી ‘ભવ્ય દેવી ભાગવત કથા’નો શુભારંભ કરવામાં આવ્યો છે. આગામી 7 ફેબ્રુઆરીના રોજ કથાની પુર્ણાહુતિ થશે. આ કથામાં બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) ગુરૂશ્રી ભાવેશ્વરી માતાજી ભક્તોને કથાનું રસપાન કરવી રહ્યા છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ- મહેન્દ્રનગર દ્વારા સર્વ જીવ કલ્યાણ અર્થે આ કથાઉ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં મોરબીના જાણીતા રામધન આશ્રમ ખાતે આજથી શરૂ થનારી ‘ભવ્ય દેવી ભાવગત કથા’માં બપોરે 3-30 કલાકે રામજી મંદિરથી કથા મંડપ સુધી પોથી યાત્રા યોજાશે. આ પાવન પ્રસંગે સંતો, મહંતો, રાજકીય, સામાજીક આગેવાનો જુદા-જુદા ગામના આગેવાનો, મહીલા મંડળો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. જેમાં 30 જાન્યુઆરી થી 7 ફેબ્રુઆરી સુધી દૈનિક સવારે 9 થી 11 અને બપોરે 3 થી 5 વાગ્યા સુધી ‘ભવ્ય દેવી ભાગવત કથા’નું રસપાન બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) તેમના મધુર અને સુરીલા કંઠથી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. જેના મુખ્ય યજમાન પદે ઉમિયા માતાજી તથા હનુમાનજી મહારાજ બિરાજશે.
કથા દરમિયાન યોજાનાર પાવનકારી પ્રસંગોની વાત કરીએ તો ઉમિયા પ્રાગટ્ય શાકંભરી પ્રાગટ્ય, મહાકાળી પ્રાગટ્ય, શિવ વિવાહ, નંદ ઉત્સવ અને ખોડીયાર પ્રાગટ્ય સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. અને ખાસ તારીખ 3 ફેબ્રુઆરીના રોજ 108 રાંદલ માના લોટા તેમજ યજ્ઞ પવિતનું આયોજન કરવાંમાં આવ્યું છે. ત્યારે મોરબીના આંગણે યોજાનાર આ ધાર્મિક કાર્યનો લાભ લેવા ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.