મોરબી: રાજશ્રી વિદ્યાલય અને ઓમશક્તિ એન્જીનીયર ગ્રુપ દ્વારા વેક્સિનેશન કેમ્પ કરવામાં આવશે. આ કેમ્પ તા.27/5 થી સવારે 10 થી 2 વાગ્યા સુધી શરૂ રહેશે. જેમાં સામાકાંઠા વિસ્તારના 45 થી વધુ ઉંમરના લોકો કોરોના વેક્સિન ડોઝ મુકાવી આ કેમ્પનો લાભ લઈ શકશે.
તેમજ ડોઝ માટે ભીડ ના થાય તે માટે વ્યવસ્થા જળવાય તે માટે નિ:શુલ્ક ટોકન વ્યવસ્થા રાખવામાં આવી છે. જેથી ટોકન માટે કુળદેવી કિરાના ભરતસિંહ મો. 7567534134 તથા રાજશ્રી વિદ્યાલય હરપારસિંહ મો. 96249 22377નો સંર્પક કરવા યાદીમાં જણાવામાં આવ્યું છે.