મોરબી-રાજપર રોડ પર સમર્પણ કંપનીમાં દાઝી જતાં આધેડનું મોત
મોરબી: મોરબી-રાજપર રોડ પર સમર્પણ કંપનીમાં કામ કરતી વેળાએ દાઝી જતાં ઘુંટુના આધેડનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા ઘનશ્યામભાઇ પેથાભાઈ ચૌહાણ (ઉ વ ૪૫) નું ગત તા.૧૭-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે મોરબી-રાજપર રોડ પર સમર્પણ કંપનીમાં કામ કરતી વેળાએ દાઝી મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.