મોરબી: ગઇ તા.૨૮/૦૯/૨૦૨૧ ના વર્ઝતભાઇ ગંગારામભાઇબાવરવા રહે. મોરબી પંચાસર રોડ મીયાજી સોસાયટી સરદારહીલ્સ એપાર્ટમેન્ટ વાળા મોરબી રવાપર રોડ, ગંગાદર્શન એપાર્ટમેન્ટ પાસેથી આંગડીયામાં આવેલ રોકડા રૂપીયા એકટીવા મોટર સાયકલમાં આગળના ભાગે ગંગાદેશન એપાર્ટમેન્ટથી નીકળી રવાપર ચોકડી થઇબાપા સીતારામ ચૌક લીલા લહેર પાસે બપોરના સવા એક વાગ્યાની આસપાસ ચાલુ મોટર સાયકલ પર ફોનમાં વાતચીત કરતા હતા તે અરસામાં મોટર સાયકલ પર આવેલ બે અજાણ્યા ઇસમોએ મરચાની ભૂકી છાંટી પૈસા ભરેલ પાર્સલની લુંટ કરવા જતા તેઓએ તેમનો પ્રતિકાર કરતા એક ઇસમે રીવોલ્વર જેવુ હથિયાર કાઢી માથામાં બે ત્રણ ઘા મારી ઇજા પહોંચાડી અમુક રકમની લુંટ કરી નાશી ગયેલ હોય જેથી ફરીયાદીએ બે અજાણ્યા ઇસમો સામે મોસ્બી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ હતો.
ઉપરોકત બનાવમાં ભોગબનનાર આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી છાંટી હથિયાર બતાવી લુંટનો બનાવ બનેલ જે સમગ્ર બનાવ આજુબાજુના માણસોએ મોબાઇલ ફોનમાં વીડીયો રેકોર્ડીંગ કરી વાઇરલ કરેલ હોય હોય જેથી નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટના સંદિપસિંહનાઓએ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાને જરૂરી માર્ગદર્શન આપી મોરબી જીલ્લામાં બનેલઆ ચકચારી લુંટ અંગેનો ગુનો શોધી કાઢવા તથા ગુન્હેગારો પડવા અંગે જરૂરી સુચના આપતા તેઓના માર્ગદર્શન તેમજ સુચના મુજબ વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબીનાઓને વીડીયોમાં દેખાતા બન્ને આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવા તથા આરોપીઓ પકડી પાડવા સારૂ એલ.સી.બી./એસ.ઓ.જી./ એ-બી ડીવીજન મોરબી તાલુકા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ઉપરોક્ત કામગીરી કરવા કાર્યરત કરેલ હતી.
ઉપરોકત આરોપીઓને શોધી કાઢવા સારૂ એલ.સી.બી. ટેકનીકલ ટીમ દ્વારા બનાવ અંગેના સીસીટીવી ફૂટેજ મેળવી મોરબી તથા આજુબાજુના વિસ્તારમાં આવેલ ગામડાઓ, તેમજ આસપાસના તાલુકાઓમાં તથા અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમો અંગે માહીતી મેળવી તેમજઆરોપીનો ફોટો બનાવી તેમજ ટેકનીક માધ્યમ, હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા લુંટ કરનાર બન્ને આરોપીઓ અંગે હક્રિકત મેળવવા સઘન તપાસ કરી કરાવતા હતા. દરમ્યાન એલ.સી.બી. મોરબીના પો.હેડ કોન્સ. શકિતસિંહ ઝાલા, તથા સહદેવસિંહ જાડેજાને હ્યુમન સોર્સીશ મારફતે હકિકત મળેલ કે, લુંટ કરનાર તેમજ વીડીયોમાં દેખાતા બન્ને ઇસમો પૈકી (૧) જયદિપ ઉર્ફે લાલો ઉર્ફે શકિત નાનજીભાઇ પટેલ રહે. બંગાવડી તા.ટંકારા જી.મોરબી તથા (૨) સંદિપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસીંગ રાજપુત રહે. હાલ સુરત મુળ (યુ.પી.) વાળાઓ હોવાની તેમજ બન્ને આરોપીઓ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોડા ગામે હોવાની હકીકત મળેલ હોય જેથી ઉપરોકત બન્ને આરોપીઓ અંગે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આરોપી સંદિપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસીંગ રાજપુત વાળો અગાઉ સુરત તેમજ લીંબડી ખાતે લુંટ મારામારીના ગુનાઓમાં પકડાયેલ હોવાની હકિકત મળતા તુરત બે ટીમો બનાવી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનાકોરડા ગામે તપાસ અર્થે મોકલતા કાળુભાઇ ભુપતભાઇ રોજાસરાને મળી તેને લૂંટ અંગેનો વીડીયો બતાવી પુછપરછ કરતા લુંટનાગુનામાં દેખાતા બન્ને ઇસમો જયદિપ ઉર્ફે લાલો નાનજીભાઇ પટેલ તથા સંદિપ ઉર્ફે સેન્ડી રાજપુત વાળા હોવાનું અને આ બન્નેને પોતે સારી રીતે ઓળખતો હોવાનું તેમજ તેઓ બન્ને અવાર નવાર પોતાના ઘરે આવતા જતા હોવાનું અને બનાવમાં ઉપયોગ કરેલ મોટર સાયકલ હીરો સ્પ્લેન્ડર પ્લસ વીરમભાઇ રતાભાઇ કોળી રહે. લુણા ગામ તા.ચુડા જી.સુરેન્દ્રનગર વાળાનુ હોવાનું જણાવતા મજકુરને સાથે રાખી લુણા ગામે તપાસ કરતા વીરમભાઇ રતાભાઇ કોળી મળી આવતા તેને વીડીયો બનાવી તેમજ બનાવ સબંધી પુછપરછ કરતા તે પણ તેઓ બન્નેને ઓળખતો હોવાનું જણાવેલ તથા તેના રહેણાંક મકાનેથી ઉપરોકત ગુનામાં ઉપયોગ થયેલ મોટર સાયકલ મળી આવેલ જેથી બન્ને ઇસમોની આરોપીઓ બાબતે પુછપરછ કરતા બન્ને આરોપીઓ પોતાના ઘરે આવેલ હોવાનુ અને હાલ તેઓ બંન્ને વીરમ કોળીના દાદા ગોરધનમાઇ તથા તેના ભા ગોકળભાઇના અસ્તિવિસર્જન માટે પોતાના કાકા કાનજીભાઇ તથા હરજીભાઇ સાથે બસમાં બેસી હરિદ્વાર ખાતે ગયેલ હોવાનું જણાવતા આરોપીઓ સાથે રહેલ બન્ને ઇસમો અંગે ટેકનીકલ માધ્યમથી તપાસ કરતા હકિકત સાચી હોવાનુ જણાઇ આવતા તુરત જ એનબી.ડાભી પો.સબ.ઇન્સ. સાથે એલ.સી.બી. મોરબીની ટીમ બનાવી દિલ્હી, હરિદ્વાર ખાતે રવાના કરવામાં આવેલ જે ટીમ હરિદ્વાર પહોંચેલ ત્યાર બાદ આરોપી તેમજ તેઓની સાથે રહેલ બન્ને ઇસમો અંગે ટેકનીકલ માધ્યમથી તપાસ ચાલુ રાખેલ દરમ્યાન તેઓ ચારેય દિલ્હી નજીક પહોંચેલ હોવાનું જણાઇ આવતા એલ.સી.બી. ટીમના માણસો તાત્કાલીક દિલ્હી પહોંચેલ અને તુરંત જ સ્પેશ્યલ સેલ દિલ્હીનો સંપર્ક કરી તેઓને આ ગુનાની મદદ માટે આરોપીઓના ફોટોગ્રાફ તેમજ વીડીયો બતાવી સાથે રાખેલ જે દરમ્યાન ઉપરોકત ગુનામાં સંડોવાયેલ આરોપીઓ (૧) જયદિપ ઉર્ફે લાલો ઉર્ફે શકિત નાનજીભાઇ પટેલ રહે. બંગાવડી તા.ટંકારા જી.મોરબી તથા (૨) સંદિપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસીંગ રાજપુત રહે હાલ સુરત મુળ નારીબારી તા.ઘાણા, શંકરગઢ જી.અલ્લાહબાદ- પ્રયાગરાજ (યુ.પી.) વાળાઓને ISBT કાશ્મીરી ગેટ રીંગરોડ, વઝીરાબાદ દિલ્હી ખાતેથી મળી આવતા જે બન્ને આરોપીઓની ઝડતી તપાસ દરમ્યાન આ ઉપરોકત લુંટના ગુનામાં ઉપયોગ કરેલ હથિયાર તેમજ રોકડા રૂપીયા મળી આવતા દિલ્હી પોલીસ દ્વારા બન્ને આરોપીઓ વિરૂધ્ધ ગે.કા હથિયાર અંગેનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે બન્ને આરોપીઓનો કબજો મેળવવા અંગેની કાર્યવાહી ચાલુ છે





