Tuesday, May 6, 2025

મોરબી રફાળેશ્વર પાસેથી બે માસ પહેલા થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે માસ પહેલા થયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી આરોપી તથા મુદામાલનું મોટર સાયકલ એલસીબીએ પકડી પાડ્યું હતું.

મોરબી એલસીબીના પો.હેડ.કોન્સ. સંજયભાઇ મૈયડ તથા પો.કો. ભગીરથસિંહ ઝાલાને બાતમી મળેલ કે, ચોરીનું હીરો સ્પેલન્ડર મોટર સાયકલ લઇ ચોરી કરનાર ઇસમ રફાળેશ્વર ભુદેવ પાન બાજુ આવનાર હોવાની બાતમી મળેલ હોય જે હકિકત આધારે વોચમાં હોય જે મોટર સાયકલ ચોરી કરનાર અજય જગદીશભાઇ ચૌહાણ (રહે.રફાળેશ્વર તા.જી.મોરબી) વાળો મળી આવતા તેની પાસેથી એક કાળા કલરનું હીરો સ્પેલન્ડર મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું હોય જેના ચેસીસ નંબMBLHA 10AMFHA67678 તથા એન્જીન નંબર HA10EJFHA27529 વાળા હોય જે મસા.ના આધાર પુરાવા મજકૂર પાસે ન હોય જેથી પોકેટકોપ એપ્લીકેશન મારફતે ખરાઇ કરતા માલીકી બાબતે વિસંગતા આવતી હોય જે મોટર સાયકલ મજકૂરે બે-એક માસ પહેલા રફાળેશ્વર પ્રાથમીક શાળા પાસેથી ચોરેલ હોવાનું જણાયું હતું.

જે ચોરેલ મોટર સાયકલ (કિ.રૂ. ૧૫૦૦૦) ના સાથે એક ઇસમને પકડી પાડી સી.આર.પી.સી.કલમ ૪૧(૧), ડી., ૧૦૨ મુજબ કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ઇસમ તથા મોટર સાયકલ સોપવામાં આવેલ છે. આમ બે માસ પહેલા થયેલ મોટર સાયકલ ચોરીનો ગુનો ડીટેકટ કરવામાં મોરબી એલ.સી.બી.મોરબીને સફળતા મળેલ છે.

Related Articles

Total Website visit

1,502,776

TRENDING NOW